________________
શાંતસુધારસ આ અસહ્ય સ્થિતિ કઈ પણ રીતે ચલાવવા યોગ્ય નથી. સાધ્ય વગરનું જીવન નિર્થક છે, આદર્શ વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે અને અર્થ વગરની દોડાદોડી તદ્દન હાંસી કરાવનાર છે.
આ રીતે આ ગ્રંથના વિષયને અને તેની ઉપયુક્તતાનો પરિચય કરાવ્યા પછી હવે આપણે ઝધકર્તાની સાથે ચાલીએ. પ્રત્યેક પ્રકાશને છેડે એ વિષય પર અન્ય વિચારના વિચારે પણ ગ્રહણ કરશુ અને સાથે સાથે બીજી અનેક પ્રાસંગિક વાત પણ કરશે. શબ્દાર્થ
જણનારની સગવડ જળવાય, માત્ર મૂળ વાચનારની પણ સગવડ જળવાય એ પદ્ધતિએ આ વિવેચન-વિચારણા કરવામા આવશે પરિશિષ્ટમાં મકાબુદ્ધિશાળી ગ્રંથરચયિતાનું ચરિત્ર ઉપલભ્ય થશે તે બતાવવા પ્રયત્ન થશે. આટલો પ્રવેશ કરી હવે આપણે પ્રથમ ગ્રંથકતા સાથે વિહરીએ.