________________
૪૧૭
પરિશિષ્ટ ગ્રહણ કરે છે.
સૌધર્મેન્દ્ર પંચ રૂપ ધારણ કરીને શ્રી જિનેશ્વરપ્રભુને મેળામાં લઈ મેરુપર્વતના શિખર ઉપર ગયા. આ રીતે સૌધર્મેન્દ્રની પાછળ ૬૩ ઈદ્રો અને ઈંદ્રાણીઓ મનમાં ઉ૯લસિત થતાં મેરુપર્વત પર ગયા.
એક હજાર આઠ કળશે ઉત્તમ જળથી ભરીને, સુંદર વસ્ત્રોથી સુસજિજત અય્યતાદિ પ્રમુખ ચેસઠ ઈશ્નો પરમાનેથી પરિવાર સાથે પ્રભુને અભિષેક કરે છે.
ઢમઢમ ઢક્કા એ ઢાલને અવાજ, ઘોં ધૌ એ મૃદંગને શબ્દ, ભિરિ ભિરિ એ ભેરિને અવાજ થાય છે. ભૂગલ માંગલિક શબ્દને પ્રકાશિત કરે છે.
જબ જબ કાંસા તથા તાલા રણઝણ કરે છે. શખ માંગલિક વનિ કરે છે. મધુર અવનિથી ગગનગણુ ગાજે છે. એમ અસંખ્ય વાજિંત્રો વાગે છે. - હવે ઈશાનેન્દ્ર પવિત્ર એવા પોતાના ભામાં આનંદથી શ્રી બાલ જિનેશ્વરને બેસાડે છે. સૌધર્મેદ્ર વૃષભનાં ચાર રૂપ કરીને પિતાનાં આઠ મણિમય શિંગડાંથી પ્રભુને અભિષેક કરે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર ભેગી આઠ જલધારા પડે છે. એમ તમે પણ જિનેશ્વરને જન્માભિષેક ભાવના ભાવીને કરે અને લક્ષમીવિલાસને પામે.”
જૈન પરંપરામાં તીર્થકર ભગવાનના જન્માભિષેકને મહિમા મટે છે. જૈન માન્યતા પ્રમાણે જ્યારે તીર્થકરનો જન્મ થાય છે ત્યારે દેવે બાળપ્રભુને મેરુપર્વત ઉપર લઈ જઈ, સુગંધી દ્રવ્યોથી યુક્ત એવા ક્ષીર સમુદ્રના જળથી ભગવાનને અભિષેક કરે છે. આથી જૈન મંદિરમાં રોજ પ્રાતકાળે પ્રભુને જન્માભિષેક કરાવવાની-નાત્રપૂજાની વિધિ કરવામાં આવે છે. આ કાવ્યમાં કવિએ શાસ્ત્રાનુસાર આ જન્મની અને જન્માભિષેકની ઘટનાની વિધિ વર્ણવી છે.