________________
૪૧૬
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ - ભાગ ૨ લેકપ્રચલિત બની હોય તે તે “અજિતશાંતિ-સ્તવ” છે. કોઈકને પ્રશ્ન થાય કે વીસ તીર્થંકરે માંથી એકસાથે બે તીર્થકરની સ્તવના માટે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની જ પસંદગી કેમ ? બીજ તીર્થકરોની કેમ ન થઈ? એને ખુલાસો એ છે કે શાશ્વત ગણાતા મહાતીર્થ શ્રી શત્રુંજય પર્વત ઉપર ચાતુર્માસ કરનાર તીર્થકરમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુ છે.
તેઓ ગુફામાં ચાતુર્માસ રહ્યા હતા. પછીના કાળમાં તેઓ દરેકની પ્રતિમાવાળાં બે થયાં હતાં. પ્રાચીન સંદર્ભ મળે છે તે પ્રમાણે નેમિનાથ ભગવાનના વચનથી એમના ગણધર શ્રી સંદિપેણ શત્રુંજય તીર્થયાત્રાએ પધાર્યા હતા અને ત્યાં તેમણે આ બને તીર્થકરોની સાથે સ્તુતિ કરી “અજિત શાંતિ સ્તવ રચના કરી હતી.
અજિત શાંતિની રચનામાં અજિતનાથ અને શાંતિનાથ એ. બે તીર્થકરોની સાથે સ્તુતિ કરવામાં એક તાત્વિક અર્થ એ પણ ઘટાવવામાં આવે છે કે માણસ જ્યાં સુધી અજિત થતું નથી
ત્યાં સુધી શાંતિ પામી શકતા નથી અને માણસ જ્યાં સુધી શાંત થતું નથી ત્યાં સુધી અજિત થઈ શકતું નથી.
અન્ય એક મત પ્રમાણે મહર્ષિ નંદિષેણ નેમિનાથ ભગવાનના શાસન દરમ્યાન નહીં પણ ચરમ તીર્થકર મહાવીર સ્વામીના શાસન દરમ્યાન થયા હતા. એટલું તે નિર્વિવાદ છે કે અત્યંત પ્રાચીન સમયથી “અજિતશાંતિ સ્તવ' નામની મહર્ષિ નદિષેણે રચેલી કૃતિ આપણને મળે છે અને એના ઉપર ભૂતકાળમાં લખાયેલી કેટલીક ટીકાઓ પણ સાંપડે છે.
અર્ધમાગધી ભાષામાં વિવિધ છંદમાં સાલંકાર, પદલાલિત્યચૂક્ત, એવી અપૂર્વ આ રચના છે કે એક વખત ભાવથી અર્થ સહિત જે એની અનુપ્રેક્ષા કરે છે તેના હૃદયમાં એ સ્તુતિ વસી જાય છે. વળી આ સ્તુતિને ચમત્કારિક મહિમા. પણ અનેક સૈકાએથી શ્રદ્ધાપૂર્વક મનાતે આ છે અને એથી આ સ્તુતિને