________________
અન્ય લધુ રચનાઓ
૪૧૧ ત્યારપછી કવિએ કાશી નગરી, ત્યાં રાજ્ય કરતા અશ્વસેના રાજા, એમની રાણી વામાદેવી, વામાદેવીએ જોયેલાં ચૌદ સ્વપ્ન, પિલ વ. ૧૦ની રાત્રીએ થયેલ પાર્થ પ્રભુને જન્મ વગેરે ઘટનાઓનું વર્ણન કર્યું છે.
તીર્થકરોને જન્મદિવસ કલ્યાણક તરીકે મનાય છે. તીર્થકને જન્મ થતાં જ ચારે બાજુ હર્ષ અને આનંદનું વાતાવરણ પ્રસરી જાય છે. આધિ, વ્યાધિ દૂર થાય છે અને લોકેનું કલ્યાણ થાય છે માટે એમના જન્મદિવસને કલ્યાણુક તરીકે ઓળખાવવામાં આવે છે.
કવિ એ પ્રસંગનું વર્ણન કરતાં લખે છે: अनुषन्न(षग)दाता मुदितमाता दिवस इव वर कोकः । सितरुचि विशाखा माजिशाखा वितत विदेखिल लोकः ॥ अघ ऊर्द्ध तिर्यग रुचक वर्गस्थितिर संगत माय । मिह दिकुमारी ततिरुदारीकृत निभूषमियाय ॥ ६ ॥
[ચંદ્રમા જ્યારે વિશાખા નક્ષત્રમાં હતું ત્યારે ભગવાનને જન્મ થયું હતું. તે સમયે બધા લોકે આનુષંગિક દાન આપતા હતા. જેમ ચક્રવાક પક્ષીઓને દિવસે આનદ માટે નથી તેમ લોકેને પણ આનંદ સમાતું નહોતું. લો કે નક્ષત્રશાખા વિષે જ્ઞાન ધરાવતા હતા. અધ, ઊર્વ, તિર્યફ રુચક પ્રદેશમાંથી, આભૂષણથી, અલકારોથી સજજ થઈને શુદ્ધ હૃદયવાળી છપ્પન દિકુમારિકાઓ આવી ]
તીર્થકર ભગવાનને જન્મ અવધિજ્ઞાનથી જાણીને એમના અભિષેક માટે ઈ અને દેવ જે તૈયારી કરે છે તેનું વર્ણન ત્યારપછીના પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ઈન્દ્ર દેસહિત વામા માતા પાસે જાય છે અને બાળ તીર્થકરને લઈને પાંચ રૂપ ધારણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જાય છે તેનું સારસ વર્ણન તેરમા પ્લેકમાં કરવામાં આવ્યું છે. જુઓઃ