________________
અન્ય લધુ રચનાઓ
૩૫
ગુણાનુરાગ કુલક, ગૌતમ કુલક, દશ શ્રાવક કુલક, અભવ્યકુલકખામણા કુલક, જીવાનુશાસ્તિ કુલક. ઈન્દ્રિયાદિ વિકાર નિષેધ કુલક, સાર સમુચ્ચય કુલક, ઈત્યાદિ અનેક પ્રકારનાં કુલક લખાયેલાં પ્રકૃત. સાહિત્યમાં મળે છે.
સમર્થ કવિ જયશેખરસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારની રચના કરેલી છે. વળી એમની રચનાએમાં અસંખ્ય એવા લેકે મળે છે જે મુક્તક કે સુભાષિતના પ્રકારના બની ગયા છે. એટલે કુલકની રચના કરવી એમની કવિપ્રતિભાને માટે સાવ સરળ વાત છે. વસ્તુતઃ કુલકની એમણે રચના ન કરી હોય તે આપણને આશ્ચર્ય થાય.
શ્રી જયશેખરસૂરિએ “આત્માવબેધકુલકમ' નામની રચના કરી છે જે ઉપલબ્ધ છે. જુઓ :
इय जाणिऊण तत्त, गुरुवई पर कुण पयत्त' लहिउण केवलसिरि, जेण जयसेहरो होसि. ४३
[આ પ્રમાણે ગુરુશ્રીએ ઉપદેશેલા શ્રેષ્ઠ તત્ત્વને જાણીને હે જીવી તેમાં તું પ્રબળ પ્રયત્ન કર, કે જેથી કેવલશ્રી (કેવલજ્ઞાન) પામીને જ્યશેખર (આઠ કર્મને જય કરનારે) થઈશ ૪૩.]
કવિશ્રી જયશેખરસૂરિએ અન્ય કઈ “કુલકીની રચના કરી હોય તે તેના કેઈ સંદર્ભ, અદ્યાપિ ઉપલબ્ધ નથી. “આત્માવાઇ કુલકરની રચના અન્ય કવિઓના કુલકેની રચનાની અપેક્ષાઓ સુધી છે. એમાં પ્રાકૃત ભાષામાં ૪૩ જેટલી ગાથાઓ આપવામાં આવી છે. निअविन्नाणे निरया, निरयाइ दुह' लहति न कयावि; जो होइ मग्गलग्गी कह सो निवडेइ कूवभ्भि ? ५
[જે જીવ નિરંતર આત્મવિજ્ઞાનમાં રક્ત રહે છે તે નરક, તિયચ, મનુષ્ય અને દેવતાનાં દુખે કદાપિ પણ પામતા નથી, કારણ કે જે (વીતરાગકથિત માર્ગરૂપી) સીધે માર્ગે જાય છે તે