________________
વિનતીસંગ્રહ
૩૬૧
પ્રભુને શિશ ઝુકાવીને ભજીશું. એમની પાસે જવાથી પાપરૂપી ભાર ટળી ગયા છે. પ્રભુના ચરણને મસ્તક દ્વારા સ્પર્શ કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.
મેહ, માન, મદ, મત્સરમાં મારા ઘણા ભ વ્યર્થ પસાર થયા છે. હવે આ ભવને ઉત્તમ માનું છું, કારણ કે પ્રભુ શ્રી ઋષભજિનનાં મને દર્શન થયાં છે.
હે પ્રભુ! આપનાં વચને દુર્ગતિથી બચાવે છે. રેગ, શેક, ભય, તાપને આપની આજ્ઞા નિવારે છે. તે ઋષભેશ્વર! અન્ય સર્વ માયાને મૂકીને હું આપનું સ્થાન ધરું છું અને આપના ચરણને નમસ્કાર કરું છું.
માણેક મેળવ્યા પછી કાચ જોઈને કે મનમાં રાચે? મીઠા પાણીને છેડીને ખારા પાણીને કણ પીવે? હે મૂર્ણ! અન્ય દેવદેવીઓની સેવાને ત્યાગ કરી પ્રભુ શ્રી ઋષભજિનની સેવા કર.
જે આ દેવ હૈયામાં આવી જાય તે અમારી ભવરૂપી ભાવ8 દૂર થઈ જાય. હે સ્વામિન્ ! આપની ઓળખ કેમ કરીને પામીએ? બુક્તિ (ગવિલાસ) અને મુક્તિ એ બન્નેનું અત્યારે કાંઈ પણ કામ નથી, હાલ આ પાંચમા આરામાં તે હે પ્રભુ! આપને વાસ અમારા હૈયામાં રહે એટલું પણ બસ છે,
આ રસ્તુતિમાં કવિએ પિતાના નિરર્થક ગયેલા પૂર્વ ભવે માટે પશ્ચાત્તાપ વ્યક્ત કરી, મળેલા વર્તમાન માનવભવને સાર્થક અને સફળ બનાવવા માટે શ્રી આદિનાથ પ્રભુની ભક્તિ ઉપર ભાર મૂક્યો છે.
(ર) શ્રી પાર્શ્વનાથ વિનતી સકલ સદાફલ સહાગ સુન્દર, તૂ પય પૂજઈ સલા પુર દર; મંદર ગિરવર ધીર, પાસ સામિ તિયાય દિવાયર ગુણતુ ગેલિહિં ગાઈ નાયડુ, સાયર જિમ ગંભીર. ૧