SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ મહાકવિ શ્રી જયરોખારવિ- ભાગ ૨ બળ અને અન્ય પ્રસંગેનું નિરૂપણ આ ચોપાઈમાં કવિએ કર્યું છે. કવિ કહે છે: સમુદ્રવિજય રાજા અને શિવાદેવી રાણીના મનને હરનારા, સૌભાગ્યવાન, સુંધર અને શ્રેષ્ઠ કર્ણાવત, કાજલવર્ણવાળા એવા સ્વામી નેમિકુમારને હું નિત્ય નમસ્કાર કરું છું. મનુષ્ય, દેવે, કિન્નરોના સમૂહ, યાદવકુલમાં ઉત્પન્ન થયેલા ક્રીડા કરતા શ્રી નેમિનાથ જિનચંદ્રના દર્શન કરીને મનમાં આનંદિત થયા. તેઓ બાળપણથી જ બુદ્ધિના નિધાન, પવન સમાન ચંચલ મનને વશ કરવાનું જાણુનારા, નિપુલ નિર્મલ ધ્યાનને ક્યારેય પણ ન મૂકનારા, મેહ અને કામદેવરૂપી મહાભટને હરાવનારા હતા. દેવતાઓ અને અસુરે નિત્ય શ્રી નેમિનાથ પ્રભુને નમે છે, વિદ્યારે પણ પ્રભુ પાસેથી કલ્યાણને ઈચ્છે છે, ચાક પણ પ્રભુને જોઈને આનંદિત થાય છે, વળી બળવાન એવા કૃણે પણ એમની સામે મસ્તક ધુણાવ્યું છે. શ્રી નેમિજિને કૃષ્ણ વાસુદેવના સારંગ ધનુષ્યને ચડાવ્યું અને કૃષ્ણના આશ્ચર્યચકિત મનમાં રંગ લાવ્યા. વળી કૃષ્ણની આયુષશાળામાં જઈ પંચજન્ય શંખને પવનથી પૂર્યો. તે શંખને નામેવારવને પણ ખલના પમાડતે દસે દિશામાં પ્રસરી ગયે અને હરિકૃષ્ણ પણ તે નાદથી તેજારહિત બન્યા. તે નાદે અસ્ત્રાગારના પ્રહરીઓને પણ પાડી નાખ્યા. ગઢમઢ મંદિરે ગાજવા લાગ્યા, કુંભ તૂટવા લાગ્યા, નિશ્ચલ એવા થાંભલાએ થર થર કાંપવા લાગ્યાં; કિલ્લાઓ કંપવા લાગ્યા રોને ઢાડવા લાગ્યા; અંધકાર વિના પણ લેકે પડવા લાગ્યાં. વૃક્ષ કેલવા લાગ્યા, પર્વતના શિખરે તૂટવા લાગ્યા, ચંદ્ર વિના પણ સાગર કલોલ કરવા લાગ્યા જલચર, સ્થલચર, બેચરાદિ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy