________________
વિનતીસંગ્રહ ત્રીજુ સંભવ સામિ જુહારિ, સહિયાં માનવભવ મનહારિક મોટી મહિમા જસ જગમાહિ, ફેડઈ વઈર મહાભય વાહિ. ૩ ચઉથલ અભિનંદણુ જિનરાલ, સેવિક ભજઈ ભવભડવા મુખતણ જિણિ પ્રકટી વાટ, લેપ્યા કર્મો તણું આઘાટ. ૪ પંચમુ જિનપતિ સુમતિ નિહાલિ, પથ પ્રણમી ભવ સંકટ ટાલિત જીહનઈ કમ્મ નિકાચિત ઘણું, તે નવિ સેવઈ પણ પ્રભુ તણુ. ૫
ઠક છઈલમાહિ મૂલગઉ, જિનવરુ પદ્મપ્રભુ લગઉ, છાંડી હાથ તણઉ હથિયારુ, જિણિ કિઉ કર્મ તણુઉ સંહારુ. ૬ સમરઉ પ્રભુ સાતમઉ સુપાસુ, જિણિ મેહી ભવચારક વાસુ, કેવલ કરતલિ કરી સિવનગરી વાસિવા આદરી. ૭ ચંદ્ર સરિખ જેહનઉં ભાલુ, ચંદ્રપ્રભુ પ્રાણુમ ચિરકાલું, આઈ મા આઠમઉ જિર્ણિ, તિમ ફેડઈ જિમ તિમિર દિણિ ૮ નવમઉ નિત નિત નવ નવ રંગ, પરમેસરુ પૂજઉ નવ અગિ, સુવિધિ પ્રસિદ્ધઉ ગુણિ અભિરામુ, પુષ્પદંત પુણ બીજઉં નામુ. ૯ દસમઉ દરિસણિ દીઠઈ દેઉ, દુહ દલિણ આgઈ છે, સીતલ સહજિઈ સુખ દાતા, સિરમણી કીધઉં હસુ. ૧૦ અગ્યારમઉ ગુણ અગુણિત ધરાઈ, જે પ્રણમઈ તે ભવ ઉતરઈ. ૧૧ બારસમe જિણ બહુ બલવંતુ, આઠ કર્મ આણઈ અg, વાસુપૂજ્ય વાસવિ પુજિયઉં, કેવલ સિરિસિઉ સિવપુરિ ગઉ. ૧૨ મનિ ગુહિયાં ભવુ વાતે ગમઉ, જિનમઈ વિમલનાથ તેરમીં, સિદ્ધિ વધૂસિહ નર તે રમ, જે પણ ન નમઈ તે તે રમઉ. ૧૩ ચઉદસ મઉચિદિસિ જાણિયઈ, અનંતનાતુ નિયમણિ આણિયઈ, ચઉપટ મલ જિણિ ચરડ પ્રચંડ, મનમથ વિરુ કિયક શતખંડ. ૧૪ પનરસ મઉ પ્રભુ પૂરઈ આસુ, તરતર હઈ પાતક પાસુ, 'સધર હુરધર જિણવરુ ધર્મ્સ, નિતુ લઈ બિહુ ભેદે ધમ્મુ. ૧૫