________________
વિનતી-સંગ્રહ
૨૬૯ હે ભવ્યજી! ભવરૂપી ભીડને ભાંગવી હોય તે શ્રી પ્રભુને નમસ્કાર કરે કે જેમણે મોહરૂપી પાશને છેદીને શિવપુરીમાં હમેશાને માટે નિવાસ કર્યો છે..
હે પવપ્રભુજિન! જ્યાં સુધી આપનાં દર્શન થતાં નથી ત્યાં સુધી આ ભવ મીઠે લાગે છે. હે દેવાધિદેવ! જે જીવેનું ચિત્તમાં આપનું શાસન વસે છે તે જેની પાસે મુક્તિસુખ આવે છે..
હે વાસુપૂજ્ય સ્વામી! આ પૃથ્વી આપની છે. તે વિશ્વપૂજ્ય! આપ ગુણરૂપી હાર સમાન છે. જે મહાકવિ આપને સુંદર (ધર્મરૂપી) અલંકારોથી અલંકૃત કરે છે તે સિદ્ધિવધૂને જલદી કરે છે.
જે આપને સ્કૂલે ચડાવે છે તેઓ પાપના પડિયાને ઝાટકી નાખે છે. જે આપના ચારિત્રને વર્ણવે છે તેઓ ધન્ય જનમાં અગ્રગણ્ય સ્થાન મેળવે છે.
મનમાં રહેલા વિષયકષાને શાંત સુધારસથી ધોઈ નાંખ્યા છે જેમણે એવા પ્રભુ શ્રી શાંતિનાથને નમસ્કાર કરીએ જેથી મનુષ્યજન્મને નિષ્ફળ બનાવી હારી ન જઈએ.
ચાસઠ હજાર રમણીઓનો ત્યાગ કરીને આપે તેને મનથી સ્વીકાર કર્યો. લાખે નગરજને સમક્ષ સર્વને ત્યાગ કરીને શાંતિનાથ પ્રભુ આપે શિવપુરમાં વાસ કર્યો છે.
હે પાર્થ પ્રભુ! આપનાં ચરણની જે પૂજા કરે છે તેને સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે આપને જે નિર્મળ આનંદથી ભેટે છે તે મેહના તરંગોમાં તણાઈ જતા નથી.
હે પાWપ્રભુ! આપને પ્રભાવ ત્રિભુવનમાં ગાજે છે તેથી વ્યાધિ, બંધ, વિષ, વૈરનું નિવારણ થાય છે. ચાર-ચરડનું વિદારણ થાય છે. શોક અને સ કટને સારી રીતે નાશ થાય છે.
માત્સર્ય અને માનને માડીને, અને કર જોડીને આ પાંચ