________________
વિનતી સંગ્રહ
૪૮ સુગુરુએ જે કહ્યું તે જ નિહાળે. જીવવધ કરનારા ચાંડાલ લેકને સંગ ત્યજીને પ્રથમ વ્રતને-પ્રાણાતિપાત વિરમણને સ્વીકાર કરે.
શ્રી જશવલા જગનાથને જુહાર કરીને વંદના કરે. વાદવિવાદને ત્યાગ કરે. ઘણી તકલીફ પડે તે પણ ધર્મને અનુસરવાનું ન ચૂકે. પરહ અને પારકાની નિંદાનું નિવારણ કરે.
નિરંજન નિરાકાર બનવા માટે રાગરહિત થાઓ. નિર્મોહી બને. હદયમાં મોક્ષને ઉત્સાહ લાવીને ગુરુ અને ગણાધીશની – પૂજાની સેવા કરે, અને સત્કાર કરે.
શ્રી જગતનાથ જીરાવલા પ્રભુને જુહાર કરીને દીન જનેને જોઈ દયાળુ બને. અનુકંપા દાન આપી સરલ અને માયાળુ બને. પ્રભુભક્તિ અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે. પિડેષણાના પાપથી ભારવાળા ન બને.
હે ભવ્યજને ! કૈધ આવવા છતાં પણ મનમાં એક ક્ષમાને આદર. વળી હૃદયને ધીમે ધીમે પ્રભુ ધ્યાનમાં સ્થાપન કરે. માયા, , મોહને મૂકીને અહંકારનું નિવારણ કરે.
ભુજંગ પ્રયાતિ છંદના લય અને તાનની જેમ દિવસ અને -રાત આનંદમાં રહે. મોહમાયારૂપી સંસારના પાશથી છૂટે. સત્ય જાણને કહું છું કે આવા પ્રકારની જ્યોત જીવનમાં પ્રગટાવે.
ભુજંગ પ્રયાતિ ધમાં લખાયેલા આ કાવ્યની ધ્રુવપંક્તિ છે જગન્નાથ જીરાઉલ જઈ જુહાર. આ પ્રકારના ઉદ્દબોધન સાથે કવિએ પિતાને અને અન્ય જેને માટે સાચી ભક્તિના પ્રાથમિક ઉપાય તરીકે કરવાં જેવાં કર્તવ્ય દાન, દયા, ક્ષમા, નવકારમંત્રને જાપ, સ્થાન ઇત્યાદિ દર્શાવ્યો છે અને માયા, મેહ, અહંકાર, પરનિંદા, -પરોહ વગેરેને ત્યાગ કરવાનું જણાવ્યું છે.