________________
રરર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ હે દયાળુ દેવ ! Úભનપુરના મંડન એવા હે શ્રી પાર્શ્વપ્રભુ! આપ જેના પર પ્રસન્ન થાઓ છો તેના ભવભયને લાગે છે. આપની શોભા સર્વત્ર છે.
ચાર માટી કડીની આ કૃતિમાં કવિ શ્રી જયશેખરસૂરિએ ખંભાતના શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની ગઈ ચોવીસીમાં ભગવાયેલી નીલવણ પ્રતિમાને મહિમા ઉ૯લાસથી ગાયો છે. પ્રાસાનુપ્રાસ અને રૂપકાદિથી અલંકૃત એવી આ સુગેય અને લયબદ્ધ કૃતિમાં કવિનું ભાષાપ્રભુત્વ ધ્યાન ખેંચે એવું પ્રશસ્ય છે.
જૈનોના વર્તમાન ચોવીસીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન “પુરુષાદાણીય” તરીકે ઓળખાય છે અને પ્રગટ પ્રભાવી તરીકે પૂજાય છે. પાશ્વનાથ ભગવાનનાં તીર્થો પણ ઘણાં છે, જેમાં શંખેશ્વર પાર્શ્વનાથ, લઢણુ પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ, લોઢવા પાર્શ્વનાથ, ચારૂપ મંડન શામળિયા પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ ઈત્યાદિ પ્રાચીન તીર્થો સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન સમયથી તીર્થને અનુલક્ષીને પદા, સ્તવને, વિનતી, તેત્ર ઈત્યાદિની રચના થયેલી છે. વર્તમાન સમયમાં પાશ્વનાથનાં ૧૦૮થી વધુ તીર્થો છે, જે પાર્શ્વનાથ ભગવાનના મહિમાની પ્રતીતિ કરાવે છે. કવિ જયશેખરસૂરિએ પોતે શીખેશ્વર, છાવલા, પંચાસરા, મથુરા, ચારવાડ, ચિંતામણિ પાર્શ્વનાથ વિશે એકાધિક સ્તવનની રચના કરી છે. એમણે સ્તન પાર્શ્વનાથ વિશે કરેલી બે રચનાઓ હાલ ઉપલબ્ધ છે. કવિએ સવયં દર્શન કરી, ભાવવિભોર બનીને કરેલી એ બે રચનાઓમાં આ રચના વિશેષ માહિતીસભર અને કાવ્યગુણની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વની છે.
(૩) શ્રી આદિનાથ વિનતી કુલિ ભલઈ અવતારુ સુખે કહી, નવ લખઈ ઈણિ દીવિ નિત રહી રિસહુ અદભુદ દેવ નિહાલિય, સુખિહિં પાતક પંકે પખાલિયર્થ. ૧