________________
વિનતીસંગ્રહ
૨૩ સ્તવનના પ્રકારની રચનાઓ કરતાં આ રચનાઓ સ્વરૂપની દષ્ટિએ જુદી જણાતી નથી.
કવિ જયશેખરસૂરિએ પિતાની આ વિનતીઓમાં આદિનાથ, સંભવનાથ, શાંતિનાથ, મહિલનાથ, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરેલી છે. તેમાં પણ પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનની વિનતી સહુથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે કવિએ આમાંની ઘણીખરી વિનતીઓ તીર્થયાત્રા નિમિત્તે લખેલી છે. પાર્શ્વનાથ ભગવાન અને આદિનાથ ભગવાનનાં તીર્થો પ્રમાણમાં વધુ હોવાથી તેવી વિનતીઓ કવિના હાથે લખાય તે વધુ સવાભાવિક છે. કવિએ શત્રુંજય, અબુદાચલ, જિરાપહિલ, તારંગા, સ્તંભનતીર્થ (ખંભાત), ગિરનાર, પંચાસરા (પાટણ), શંખેશ્વર વગેરે તીર્થોની યાત્રા અવશ્ય કરી હશે અને એ પ્રસંગે આમાંની ઘણીખરી વિનતીઓ લખાઈ હશે એમ અંદરના સંદર્ભે જોતાં જણાય છે.
કવિએ આ વિનતીઓની રચના ભુજગી, ત્રાટક, તવિલંબિત વગેરે માત્રામેળ છંદમાં અથવા વિવિધ દેશી કે રાગરાગિણીમાં કરેલી છે. ઘણીખરી વિનતીઓ સાત કે નવ કહીની છે, પરંતુ કેટલીક વિનતી ચાર કે પાંચ કડીની છે, તે કેટલીક વિનતીઓ સેળ, ચેસ, પાંત્રીસ કડીની પણ છે. આ વિનતીઓમાં કવિ તીર્થમાં બિરાજમાન પ્રભુને મહિમા ગાય છે. કેઈકમાં તીર્થકર ભગવાનનાં માતાપિતા, લાઇન, દીક્ષા, કેવળજ્ઞાન, આયુષ્ય વગેરેને નિર્દેશ કરે છે કેઈકમાં એમના જીવનના મહત્તવના પ્રસગને ઉલ્લેખ કરે છે, કેઈકમાં પ્રભુના અંગોનું સામર્થ દર્શાવે છે. કેઈકમાં પ્રભુના દર્શનથી કે તીર્થની યાત્રાથી પોતે અનુભવેલી કતાર્થતા અને પ્રસન્નતા વ્યક્ત કરે છે; કેઈકમાં પિતાનાં લખ હર કરવા પ્રભુને આજીજી કરે છે, કેઈકમાં પોતાના નિરર્થક વેડફાઈ ગયેલા પૂર્વેના ભવ માટે પશ્ચાત્તાપ કરે છે, તે કઈકમાં આત્મનિવેદન કરી મોક્ષગતિની પ્રાપ્તિ માટેની પોતાની તાલાવેલી દર્શાવે છે.