________________
પ્રથમ અને દ્વિતીય અનેમિનાથ ફાગુકાવ્ય
૨૧૭ કવિએ એની રચના કરી હોય એ સંભવ છે. આ ફારુકાવ્યમાં કવિએ અંતે પિતાના ગુરૂને અને પિતાના નામનો ઉલ્લેખ કર્યો છે. જુઓ :
સિરિ મહિમપહસૂસીરિ, જયસેહરિ કી જઈ, ફાગુ એઉ ભવિયણિ, વસંતઋતુ સિહિ રમી જઈ. ૪૯
આ ફાકાવ્યને અને પુપિકાની પંક્તિમાં લખ્યું છે: “ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી નેમિનાથસ્થ ફાગુબન સ્તુતિઃ છા” એના પરથી જણાય છે કે સ્તુતિને નિમિત્તે કવિએ આ કૃતિની રચના કરી છે અને તે માટે કાવ્યબંધ ફાને પસંદ કર્યો છે. એક રીતે જોઈએ તે કવિએ આરંભમાં “વસંતવિલાસ” ફારુકાવ્યની જેમ સળંગ દુહાની કડીઓ જેવી થેડી રચના કરી છે અને ત્યારપછી જિનપદ્યસૂરિકૃત “સ્થલિભદ્ર ફાગુની જેમ કેટલીક કડીઓની રચના ભાસના પ્રકારે કરી છે. એ રીતે આ દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્યમાં આરંભની એકથી વીસ જેટલી કડી આંતરયમકવાળા દુહાઓમાં કવિએ લખેલી છે અને ત્યારપછી એક દુહે અને ત્રણ કે ચાર રાળા ઇદની કડીઓ મળીને એક ભાસ એવા ભાસમાં છે અને છ ભાસે તે પૂર્ણ થાય છે. આમ આ ફારુકાવ્ય કુલ ૪૯ કડીમાં લખાયેલું છે.*
આ ફાકાવ્યને આરંભ કવિએ અરિહંત પરમાત્માને નમસ્કાર સાથે કર્યો છે. બીજી કડીમાં વિષયનિરશ કરતાં નેમિકુમાર વિશે * આ અને હવે પછીની કડીઓના ક્રમાંક શ્રી સડેસરા અને ડે. પારેખ
સંપાતિ પ્રાચીન ફાગુસ ગ્રહ' માં પ્રગટ થયેલ પ્રસ્તુત ફાગુને આધારે છે. * હસ્તપ્રતમા કહી ૩૪ થી ૩૭ની વચ્ચેની કેટલીક પંક્તિઓ પડી ગયેલી છે (જુઓ ઃ “પ્રાચીન ફાગુસ ગ્રહ', ૫ ૨૭૬) આ ફગુકાવ્યની એક માત્ર આ જ હરતપ્રત મળતી હોવાથી હજી સુધી આ કડીઓનો પાઠ અધૂરો રહ્યો છે ભવિષ્યમાં અન્ય કોઈ અખંડિત હસ્તપ્રત મળે તે આ પહી ગયેલે પાઠ પૂરો થઈ શકે,