________________
નર્ણય
ત્રિભુવનદીપક પ્રબંધ
(૨૯) “પ્રબંધચિંતામણિમાં સંવેગ અને નિર્વેદ એ નામના બીજા બે પુત્રો વિવેકને છે. “ત્રિભુવનદીપક પ્રબંધ'માં સંવર અને સમરસ નામના બે નાના પુત્રને ઉલ્લેખ જોવા મળે છે. જુઓ :
સંવર સમરસ લુહુય કુમાર. ૧૬૯ (૩૦) “પ્રબોધચિંતામણિમાં કૃપા, મૈત્રી, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. “ત્રિભુવનદીપક પ્રબંધ માં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. જુઓ :
મૈત્રી કરુણ મુદિત ઉવેખ, બેટી બહૂય રૂપની રેષ. ૧૭૦
(૩૧) “પ્રબંધચિંતામણિમાં સમ્યગ્દષ્ટિરૂપી વિવેકના પ્રધાનનો ઉલ્લેખ જોવા મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં સમકિતરૂપી પ્રધાનને નિર્દેશ છે. જુઓ :
મેહતા મુહઠિ સમકિત લેખિ. ૧૭૦ (૩૨) “પ્રબંધચિંતામણિમા માવ, આવ, સંતોષ અને પ્રશમ એ ચાર માંડલિક રાજા છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં ઉપશમ, વિનય, સરલતા, સંતોષ એ ચાર માંડલિક રાજા છે. જુઓ: ઉપશમ, વિનય, સરલ, સતેષ, ચિહુ મહાધર સધર પ્રષિ. ૧૭
(૩૩) “પ્રધચિંતામણિમાં સામાયિકાદિ છ પ્રકારના આવશ્યરૂપી પુરોહિતનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સામાયિકરૂપી સારથિ છે એમ કહ્યું છે. જુઓ :
સામાઈક તસુ સારથિ સાર. ૧૭૭ (૩૪) “પ્રધચિંતામણિમા વિવેક રાજાના સદાગમરૂપી ભંડારને અને ગુણસંગ્રહરૂપી કેકારને ઉલેખ જોવા મળે છે. ત્રિભવનદીપક પ્રબંધમાં આગમઅર્થરૂપી ભંડારને અને ક્રિયાકલાપરૂપી કંઠારને નિર્દેશ થયો છે. જુઓ :
અગમ અર્થ બહુલ ભંડા, ક્રિયાકલાપ સકલ કે ઠાર. ૧૭૪