________________
પs
હોવાથી તેને આપણે અરૂપી કહીએ છીએ. તે કેવી રીતે કર્મ ગ્રહણ કરે છે, એ સમજવા માટે અનેક દષ્ટાંતે છે. વનસ્પતિઓ, ઇન્દ્રિયો અને હસ્તપાદાદિની મદદ વિના જ આહાર ગ્રહણ કરે છે. સિદ્ધ કરેલા પારાની ગુટિકા, સ્વયમેવ દુગ્ધાદિનું પાન કરે છેનાળિયેરનું ફળ, નાળિયેરીના મૂળમાં રહેલું પાણી, હાથ–પગ વિના જ ગ્રહણ કરે છેઃ ધ્યાની પુરુષ, ઈન્દ્રિયે અને મનની મદદ વિના જ ધ્યાન ધરે છે, જિહુવાની મદદ વિના જાપ જપે છે, કર્ણની મદદ વિના શબ્દશ્રવણ કરે છે અને પૂજાની સામગ્રી વિના જ પૂજાદિ કરે છે. તેમ જીવ પણ જેવું ભવિષ્યકાળમાં બનવાનું હોય તેવી પ્રેરણને વશ થઈ અથવા કાલ સમવાયાદિ પાંચ સમવાયોથી પ્રેરાઈ, ઈન્દ્રિ અને હસ્તાદિની મદદ વિના જ કર્મોને ગ્રહણ કરે છે.
પ્રશ્ન જીવ ઉપર લાગેલાં કર્મો દેખાતાં કેમ નથી?
ઉત્તર૦ જેમ ગંધના કે શબ્દના પુદ્ગલે ઘણું એકત્ર થાય તે પણ દેખાતા નથી અથવા સિદ્ધ કરેલા પારાએ પાન કરેલું ઘણું પણ સુવર્ણાદિ દેખાતું નથી, તેમ અનંત કમે પણ પિંડીભૂત થઈને રહેલા હવા. છતાં દેખાતાં નથી.
પ્રશ્ન અમૂર્ત આત્મા મૂર્ત કમેને કેવી રીતેધારણ કરી શકે?
ઉત્તર. એ માટે દશ્યમાન શરીર જ પ્રત્યક્ષ પ્રમાણ છે. આત્મા અમૂર્ત હોવા છતાં સ્કૂલ શરીરને ધારણ કરી