________________
પર
ધર્મ-શ્રદ્ધા
મીમાંસકે પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય-એમ ત્રણ આકારવાળા જ્ઞાનને એક જ જ્ઞાન તરીકે મંજૂર રાખે છે.
ભટ્ટ અને સુરારિ વસ્તુ માત્રને જતિ રૂપે પણ ઓળખાવે છે અને વ્યક્તિ રૂપે પણ ઓળખાવે છે.
બ્રહ્મવાદીઓ એક જ આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માને છે. એમ કરીને સી કેઈને સ્યાદ્વાદ-ચક્રવતીની આજ્ઞાને સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી,
પ્રશ૦ સપ્તભંગી એટલે શું?
ઉત્તર વસ્તુના પ્રત્યેક ધર્મને લગતી સ્વાદુવાદની વિવેચનાને “સપ્તભંગી' કહેવામા આવે છે. સાત વચનપ્રકારોને સમૂહ, તેનું નામ સપ્તભંગી છે. શબ્દ યા વાકયનું કામ અને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જ્ઞાન તે પ્રમાણુ અને તેને જણાવનારું વાકય તે “પ્રમાણુવાકય. વસ્તુના અમુક અંશનું જ્ઞાન તે “નય અને તેને જણાવનારું વાકય તે “નયવાકય. આ પ્રમાણુવાક અને નયવાકાને સાત વિભાગમાં વહેંચવા, એ સપ્તભંગી છે.
વસ્તુના પ્રત્યેક ધર્મની વિવેચના સાત પ્રકારે જ થઈ શકે છે, તેથી ઓછા કે અધિક પ્રકારે નહિ. ઘટરૂપ પદાર્થમાં એક નિત્ય-અનિત્ય ધમની વિચારણા કરીએ. ત્યારે તે સંબંધમાં નીચે પ્રમાણે વ્યવહાર થઈ શકે છે.