________________
સર્વ
જન્ય અને સકલ અનાગત અવસ્થાની જનક સર્વ વર્તમાન -વસ્તુને જાણે છે અથવા સકલ અતીત ભાવેને અતીતપણે, સકલ અનાગત ભાવને અનાગતપણે તથા સકલ વર્તમાન ભાવેને વર્તમાનપણે જાણે છે, એમ માનવામાં કઈ બાધક નથી.
અતિ અતીત ભાવ કે અતિ અનાગત ભાવેને સ્પષ્ટતયા શી રીતિએ જાણી શકે?—એમ પણ ન કહેવું. પ્રતિભાશાળી પુરુષ વર્તમાનમાં પણ પરોક્ષ વસ્તુઓને
થાસ્થિત ફુટ રીતિએ જાણી શકે છે, તો પછી કેવળજ્ઞાની અતિ અતીત કે અતિ અનાગત ભાવેને સ્કુટ રીતિએ જાણી શકે, એમાં શી નવાઈ? શાસ્ત્રીય પ્રમાણે
પૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી પ્રમાણ મીમાંસા નામના શાસ્ત્રમાં સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનની સિદ્ધિમાં અનેક પ્રમાણે આપતાં ફરમાવે છે કે
(૧) પ્રજ્ઞાનું અતિશય–સત્કર્ષ તારતમ્ય કોઈ પણ સ્થાને વિશાન્ત થયેલું છે. તે વિશ્રાન્તિના સ્થાનનું નામ જ કેવળજ્ઞાન છે.
(૨) સૂમ, અન્તરિત અને દૂરસ્થ પદાર્થો પ્રમેય હોવાથી કોઈને પણ પ્રત્યક્ષ હોવા જ જોઈ એ. એ જેને જેને પ્રત્યક્ષ છે, તે જ સર્વજ્ઞ છે.
(૩) સવજ્ઞ ભગવાનની સિદ્ધિમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી