________________
હરોઈ પ્રવૃત્તિમાં શ્રદ્ધા વિનાના માણસે સફળતા મેળવી શકતા નથી. બાળક માતા ઉપર શ્રદ્ધા રાખે તે જ મોટું થઈ શકે છે. વિદ્યાથી શિક્ષક ઉપર શ્રદ્ધા રાખે તો જ વિદ્વાન બની શકે છે. નેકર શેઠ ઉપર શ્રદ્ધા રાખે તે જ સુખી થઈ શકે છે. તે જ રીતિએ પત્ની પતિ ઉપર, પતિ પત્ની ઉપર, પ્રજા રાજા ઉપર, રાજા પ્રજા ઉપર, શિષ્ય ગુરુ ઉપર, ગુરુ શિષ્ય ઉપર, એમ પરસપર શ્રદ્ધા અને વિશ્વાસના યેગે જ પરસ્પરને સુખપૂર્વક વ્યવહાર ચાલી શકે છે.
જે ક્ષણે એક બીજા ઉપર અવિશ્વાસ અને અશ્રદ્ધાની નજરે જેવું શરૂ થાય છે, તે જ ક્ષણે વ્યવહાર બગડે છે, કાર્યસિદ્ધિ અટકે છે અને અવ્યવસ્થા ઊભી થાય છે. એક જ ભવ પુરતાં અને સામાન્ય કોટિનાં કાર્યો પણ જ્યારે શ્રદ્ધા કે વિશ્વાસ વિના સિદ્ધ થતાં નથી, તે પછી–“અનેક લેવામાં ઉપયોગી નિવડે તેવાં અને કોઈ પણ ભવમાં સિદ્ધ નહિ થયેલાં એવાં આત્મિક સિદ્ધિને લગતાં મહતું કાર્યોની સાધના શ્રદ્ધા કે વિશ્વાસ વિના થઈ શકે એમ માનવું, એ પ્રત્યક્ષ અનુભવને ઈન્કાર કરવા બરાબર જ ગણાય !
આત્મયકારી લોકોત્તર ઉપકારી ધર્મસાધનાને લગતાં કાની સિદ્ધિ શ્રદ્ધા વિના થવી અશક્ય છે. એ જ કારણે, મુક્તિમાર્ગના વર્ણનમાં જ્ઞાન અને ચારિત્રની પણ પહેલાં, દર્શનની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. જ્ઞાનાભ્યાસ ઘણે હોય અને ચારિત્રપાલન કષ્ટપૂર્ણ હેય તેપણું, જેને તેના પર શ્રદ્ધા નથી બેઠી તેને તે છાર ઉપર લીંપણું સમાન છે.