________________
પ્રા-કથન
દશપૂર્વધર વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સ્વરચિત “શ્રી અહપ્રવચન સંગ્રહ અપનામ “શ્રી તત્વાર્થાધિગમસત્રને પ્રારંભ કરતાં, પ્રથમ સૂત્રમાં જ ફરમાવે છે કે
“ સ ર્જનશનિવરિત્રાળ મોજના | -૬”
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર, એ ત્રણની એકત્રિતતા એ મોક્ષને માર્ગ છે. મુક્તિ માર્ગમાં જેટલી જરૂર જ્ઞાન અને ચારિત્રની છે. તેટલી જરૂર દર્શનની પણ છે. જ્ઞાન અને ચારિત્રની સફળતાને આધાર, દર્શન ઉપર છે સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન એ વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એ જ રીતિએ સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર, એ વસ્તુતઃ ચારિત્ર નથી પણ કાયકષ્ટ છે.
સમ્યગ્દર્શનના અનેક અર્થે થાય છે. પરંતુ સામાન્ય રીતિએ એમ કહી શકાય કે-સમ્યગ્દર્શન એટલે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવન્તનાં કથને ઉપરની અવિચળ શ્રદ્ધા. એ શ્રદ્ધાથી વિહીન આત્માનું સાડાનવ પૂર્વનું જ્ઞાન અને નિરતિચાર ચારિત્ર પણ ભવની પરમ્પરાને ઘટાડી શકાતું નથી. મુક્તિ માર્ગમાં જ શ્રદ્ધાની પરિતા છે, એમ નથી,