________________
-પર
ધર્મ-શ્રદ્ધા અને કેટલાક પિતાનું પેટ પણ પુરું ભરી શકતા નથી. કેટલાક દેવેની જેમ નિરન્તર ભેગવિલાસમાં લીન દેખાય છે અને કેટલાક નારકીઓની સમાન પીડાઓને અનુભવ કરી રહ્યા હોય છે. કેટલાક મરણ પર્યત નિગી દેખાય છે અને કેટલાક જન્મથી જ રેગી નજરે પડે છે. કેટલાક દીર્ઘ આષ્ય ભોગવે છે અને કેટલાક બાલ્યાવસ્થામાં જ મરણને શરણ થાય છે. કેટલાકને ત્યાં દ્ધિ અને સિદ્ધિની નિરંતર છે ઉછળે છે અને કેટલાકને હોય તેમાં પણ હંમેશાં હાનિ થતી રહે છે.
આમ સુખ-દુઃખની વિચિત્રતાથી સમસ્ત સંસાર ભરેલ છે, એટલું જ નહિ પણ એક જ મનુષ્ય કે પ્રાણીનું જીવન પણ સુખ-દુઃખ અને ચઢતી-પડતીના અનેક પ્રસંગથી વ્યાસ દેખાય છે. એ સુખ-દુઃખને ઉત્પન્ન કરનાર કેશુ? સુખદુખ એ કાર્ય છે, અને કાર્ય માત્ર કારણપૂર્વક જ હોય છે, એ આ સૃષ્ટિને અવિચળ નિયમ છે. તે પછી એ -સુખ-દુઃખનાં કારણે ક્યા?
બાહ્ય અનુકુળ સંગ એ સુખનાં કારણે અને બાહ્ય પ્રતિકૂળ સંગે એ દુઃખનાં કારણે-એમ એક વાર માની લઈએ, તે પણ એવા આહા સોની પ્રાપ્તિમાં હેતુ કેણુ? અથવા એક સરખા બાહ્ય સગામાં પણ જે સુખ–દુઃખની અનેક પ્રકારની તરતમતાઓ દેખાય છે, તેનાં કારણ શું? આ કારણેની શોધમાં ઉતરતાં બાહ્ય કારણની પાછળ રહેલાં આભ્યન્તર કારણે સુધી પહોંચવું જ પડે છે. એ