________________
અંતિમ-કથન
૫
અજ્ઞાની, સ્વાથી અને ધૂર્ત પુરુષો છે, એ વાત કદી પણ ભૂલવી જોઈએ નહિ.
ધર્મ જેવા અતીન્દ્રિય પદાર્થને ઓળખવા માટે મુખ્ય. પ્રમાણ તે અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા મહાપુરુષોએ પ્રકાશનું શાસ્ત્ર જ છે. એ સિવાય એને સાક્ષાત જાણવાને બીજે કઈ સત્ય ઉપાય છે જ નહિ. તોપણ બીજી જેટલી જેટલી રીતિઓથી ધર્મની પ્રતીતિ થાય છે, તે સર્વ રીતિએથી, ધર્મને, ધર્મનાં અસ્તિત્વને, ધર્મનાં સ્વરૂપને અને ધર્મનાં ફળને સમજાવવા માટે હિતસ્વી પૂર્વ પુરુષોએ પ્રયાસ કરવામાં કમીના રાખી નથી. અને તે રીતિઆગમ પ્રમાણુ ઉપરાંત પ્રત્યક્ષ અનુભવ પ્રમાણે અને એના ઉપરથી ફલિત થતાં અનુમાન વગેરે પ્રમાણે દ્વારા ધર્મને ઓળખવાની છે.
ધર્મ અતીન્દ્રિય હોવા છતાં તેની સત્તાને સાબિત કરનાર પ્રાણી માત્રને પ્રત્યક્ષ અનુભવ પણ છે. જેમકે
સચેતન પ્રાણ એવું આ જગતમાં કઈ પણ નથી. કે જેને રેજના પિતાનાં જીવનમાં કોઈને કાંઈ સુખ દુખનો અનુભવ કરે પડતો ન હોય. સુખ દુઃખ એ પ્રત્યક્ષ અનુભવની વસ્તુઓ છે. એને ઈન્કાર કેઈથી પણ થઈ શકે તેમ નથી. જગતની વિચિત્રતા પણ પ્રત્યક્ષ છે.
મનુષ્યત્વ દરેક મનુષ્યમાં સમાન હોવા છતાં કેટલાક સ્વામિપણું ભેગવે છે અને કેટલાક દાસપણું અનુભવે છે. કેટલાક હજારે અને લાખનું પિષણ કરનારા હોય છે.