________________
ધર્મ-શ્રદ્ધા यो दर्शनज्ञानसुखस्वभावः, समस्तसंसारविकारबाह्यः । समाधिगम्यः परमात्मसंज्ञः,स देवदेवो हृदये ममास्ताम् ॥१३॥
જે દર્શન, જ્ઞાન અને સુખ સ્વભાવવાળા છે, સમસ્ત સંસારના વિકારથી બાહ્ય છે અને સમાધિ વડે ગમ્ય છે, તે પરમાત્મસંજ્ઞાવાળા શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧૩) निषदते यो भवदुःखजालं, निरीक्षते यो जगदन्तरालं । योऽन्तर्गतो योगिनिरीक्षणीयः, स देवदेवो हृदये ममा
તાણ જા જે સંસારના દુખની જાલને છેદી નાખે છે, જે જગતના અંતરાલને જુએ છે, જે અંતર્ગત છે અને એશિઓ વડે નિરીક્ષણીય છે, તે શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧) विमुक्तिमार्गप्रतिपादको यो, यो जन्ममृत्युव्यसनाधतीतः । त्रिलोकलोकी विकलोकलंकः, स देवदेवो हृदये ममास्ताम् ॥१५॥
જે મુક્તિ માર્ગના પ્રતિપાદક છે, જે જન્મમૃત્યુના સંકટથી દૂર થઈ ગયેલા છે, જે ત્રણલકને જોનારા છે, જે કમ ક્લાથી રહિત છે અને જે અકલંક છે, તે શ્રી દેવાધિદેવ
મારા હૃદયને વિષે રહે. (૧૫) क्रोडीकृताशेषशरीरिवर्गाः, रागादयो यस्य न सन्ति दोषाः। निरिन्द्रियो ज्ञानमयोऽनपायः, स देवदेवो हृदये ममास्ताम् ॥१६॥
સમસ્ત પ્રાણીઓના સમૂહને જેણે વશ કર્યા છે એવા રાગાદિ દેશે જેમને છે નહિ, તે નિરિજિય, જ્ઞાનસ્ય અને અપાય શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧૬)