________________
ધર્મ
૧૩
ઉત્તર ધર્મના મતમતાંતરે, ભેદ-પ્રભેદે કે કલહ-કંકાશે જેઈને ધર્મથી ઉભગી જવાની જરૂર નથી. માનવપ્રકૃતિ જ જુદી જુદી વિકાસભૂમિ ઉપર સ્થિત થયેલી હોય છે. તેથી તે તે પ્રકૃતિને અનુકૂળ ધર્મને તે સ્વીકારી જ લે છે. દરેકે દરેક મનુષ્ય એક જ ધર્મ કે એક જ રીત સ્વીકારે એ કદી બન્યું નથી અને બનવાનું પણું નથી. જુદા જુદા માણસને જુદાં જુદાં સાધને વિના ચાલે જ નહિ. પરંતુ એ સાધને બધાં જે એક જ માગે લઈ જનારાં હેય તે તેથી ડરવાની જરૂર નથી.
ધર્મ જગતમાં એક જ છે. માત્ર તેની જુદી જુદી શાખાઓ જુદા જુદા ધર્મ રૂપે ભાસે છે. એક મોટી
વ્યાપારી પેઢી કે જન-સમાજને ઉપગી એક મેટી સંસ્થાને જેમ મુખ્ય મથક ઉપરાંત શાખા-પ્રશાખાઓ હિોય; છતાં એ બધી મળીને એક જ પેઢી કે એક જ સંસ્થા ગણાય છે, તેમ આત્માના વિકાસ સાધક જેટલા રસ્તાઓ છે તે બધા જે મહાવિકાસ–મેક્ષરૂપ મથકને મળનારા હોય, તે તે બધા તેને જ ભેદ-પ્રભેદે હોવાથી એક જ છે. એ બધા ભેદો પ્રભેદની સેવાથી મુખ્ય ધમની જ સેવા થાય છે.
પ્રશ્ન બધા ધર્મો એક જ મહાધર્મની શાખાઓ હિય, તે પરસ્પર લડે છે શા માટે?
ઉત્તર૦ લડાઈ થવાનું કારણ ભેદ-પ્રભેદ હતા