________________
૧૯o,
ધર્મ-શ્રદ્ધા . * “પાપ કે પુણ્ય બેમાંથી એક પણું ઈશ્વર કરાવતે નથી, પણ આત્મા. સ્વતંત્ર રીતે તે કરે છે. ઈશ્વર તે માત્ર મનુષ્યના કલ્યાણને માટે જ શુભાશુભ કર્મોનાં ફળને, આપે છે એ માન્યતા પણ કર્મમાં સ્વાભાવિક ફળ આપવાની શક્તિ છે, તેને ઈન્કાર કરવા બરાબર છે. પગલેમાં ફળ આપવાની શક્તિ સ્વાભાવિક છે, એ વાતને કેઈથી પણ અપલોપ થઈ શકે તેમ નથી.
જીવ પાપ કરવામાં સ્વતંત્ર છે, પણ સજા સ્વતંત્રપણે ભગવતે નથી, એમ કહેવું, એ પણ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કારણકે એમ માનવાથી કર્મશક્તિનું મહત્વ રહેતું નથી. ઈશ્વરને ન માનીએ તે પણ સારું નરસું કર્મ સારા નરસા ફળને આપે જ છે. તેથી કર્મ, કર્મફળને કે સૃષ્ટિને કર્તા ઈશ્વર સિદ્ધ થતું નથી.
પ્રશ્ન સૃષ્ટિ સંબંધી વેદાંતદર્શનની શું માન્યતા છે? . ઉત્તર૦ વેદાના દર્શન બ્રહને અનાદિ માને છે, અને જીવને બ્રહ્મમાંથી છૂટે પડનાર રજકણું માને છે. અગ્નિમાંથી તણખા ઝરે છે, તેમ બ્રહ્મમાંથી જીવ જૂદા પડે છે. પરંતુ એ રીતે જીવની ઉત્પત્તિ તર્ક વડે ઘટી શકતી નથી. જીવ કઈ પણ કાળે ઉત્પન્ન થયે છે, એ વાત તર્કથી સર્વ પ્રકારે વિરુદ્ધ છે. માટે જ તૈયાચિકે જીવની સત્તા અનાદિની સ્વીકારે છે. પરંતુ જગતને . તેઓ આદિવાળું માને છે. તેથી તેઓને સત પણ અસત્ય કરે છે.