________________
૧૮૦
ધર્મશ્રદ્ધા .
વ્યવહાર ચાલ સર્વથા અશકય છે, તેથી તેને પણ. ભાષામાં પ્રધાન સ્થાન આપવામાં આવેલું છે.
પિતા પુત્રને ઉપકારી છે–એ વાત સત્ય નથી, કારણ કે–પુત્રનું પુણ્ય છે, ત્યાં સુધી જ પિતા તેના ઉપર ઉપકાર કરે છે. તેમ અસત્ય પણ નથી, કારણ કે બાલ્યકાળથી પુત્રનું પાલન તેના માતાપિતા દ્વારાએ જ થાય છેઃ સત્યાસત્ય પણ નથી, કારણ કે-ઉપરોક્ત સત્યઅસત્ય ઉભયથી ભિન્ન છે. માટે પિતા પુત્રને ઉપકારી :
એ વાત માત્ર વ્યવહારથી સત્ય છે, એમ કહેવું એ. જ ચગ્ય છે અને એ વ્યવહાર સારા જગતે સ્વીકારે છે.
એ જ ન્યા શ્રી વીતરાગ પણ ભક્તને કર્મક્ષય કે મુક્તિ આપે છે, એ વાત સત્ય નથી, કારણ કે–ભક્ત પિતાની ચોગ્યતા અને પ્રયત્નથી જ તેને સંપાદન કરે છે? અસત્ય પણ નથી, કારણ કે–ચોગ્યતા અને પ્રયત્ન હેવા છતાં વિતરાગના અવલંબન વિના મુક્તિ રૂપી કાર્ય સિદ્ધ થતું નથીઃ સત્યાસત્ય પણ નથી, કારણ કે સત્ય અને અસત્ય ઉભયમાં નથી. ત્યારે તેને પણ એક વ્યવહારભાષાને જ પ્રયોગ માન જોઈએ, કે જેને શાસ્ત્રોમાં, ‘સત્યાગ્રુષા એવા નામથી સંબોધેલી છે. એ સત્યાગ્રુષા , ભાષા સાચી કે ખેટી નહિ હોવા છતાં પણ, સ્વકાર્યકર . હોવાથી અવશ્ય આદરણીય છે.
વ્યવહારમાં જેમ તેના ઉપયોગ વિના ચાલતું નથી; તેમ પરમાર્થના માર્ગમાં પણ તેના ઉપગ વિના ચાલી .