________________
A
સુખ અધિક કે દુ:ખ
૧૧
પણ તેને ગાંડા તરીકે જ ગણી કાઢે છે. શાસ્ત્ર પણ તેને પાપી તરીકે જ ઠરાવે છે તથા કાયદો પણ તેને ગુન્હેગાર જ માને છે.
આ ઉપરની આત્મહત્યાના પ્રસગાના સ'અધ સાંસારિક સુખ–દુઃખ સાથે નહિ ગણતાં સર્વે તેને એક સ્મૃત'ન્ન (ચિત્તની કલુષિત) વૃત્તિ તરીકે કલ્પે છે. અને એથી એ જ અનુમાન ઉપર આવવુ પડે છે કે–સ'સારમાં દુઃખ કરતાં સુખ પ્રત્યેક પ્રાણીઓને વધારે હાવુ જોઇએ.
પરન્તુ આ અનુમાન ભ્રામક છે. આત્મહત્યાની સાથે સંસાર-સુખના સાથ એડવા, એ કાઈ પણ રીતિએ ઘટિત નથી. દુઃખીમાં દુઃખી અવસ્થામાં પશુ કેવળ મનુષ્યે નહિ, કિન્તુ પશુપક્ષીઓ પણ પોતાના પ્રાણ આપવાને તત્પર થતા નથી, તેથી તેએ દુઃખી જ નથી, એમ કહેવુ કઈ પણ રીતિએ વ્યાજખી નથી.
જ
અન્ન અને વસ્ત્ર વિના ભૂખ્યા અને નાગા નારા માણસા પણ મરવા ઈચ્છતા નથી, તેનુ કારણ તેઓ બાહ્ય દૃષ્ટિએ સુખી છે એમ નથી, કિન્તુ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલુ કષ્ટ લાગવવા છતાં મરવુ" કોઈને પસંદ નથી એટલ જ એથી સિદ્ધ થાય છે, અને એ જ વાત એમ સામિત કરવા માટે પુરતી છે કે—બાહ્ય અથવા આધિભૌતિક સુખદુઃખની સાથે જીવનમરણની અભિલાષાને સ'ધ નથી, મરવાની ઈચ્છા કોઈને નથી અને જીવન સૌને
૧૧