________________
ઉમર
નહિ. મનુષ્યના મોટા ભાગને બંધને ગમતાં નથી. તે કહે છે કે–મનુષ્ય થયા પછી તે બંધને શા માટે ?મનુષ્યને. દરેક વાતમાં સ્વાતંત્ર્ય કેમ નહિ? પણ એ પ્રશ્નો કરનારા ભૂલી જાય છે કે એવું વાતચ તે પશુ અવસ્થામાં ઘણું છે, એથી પશુઓને કેટલી શાંતિ છે ? ઈન્દિની. નિરંકુશ પ્રવૃત્તિ તે અશાંતિને ઢસડી લાવનારી છે. એ. જાતિના નિરંકુશ અને સ્વચ્છેદ વર્તનમાંથી માનવીને મુકત કરવા માટે તે ધર્મની જરૂર છે.
ધર્મના પ્રત્યેક આદેશ માનવીના વિલાસને મર્યાદિત બનાવે છે, દયા, હિંસાને મર્યાદિત કરે છે. સત્ય, વાણીને મર્યાદિત કરે છે. બ્રહ્મચર્ય, ઈન્દ્રિાને મર્યાદિત કરે છે? તપ, વિકારેને વશ કરે છે અને પાપકાર, લોભ અને પ્રમાદને હઠાવે છે. એ મર્યાદાઓની સાધનામાં જ મનુષ્ય
જીવનનું ગૌરવ છે. ઇન્દ્રિયજન્ય સુખથી પર એવી કોઈ દિવ્ય શાન્તિ અને સુખ માટે મનુષ્યનું હૃદય હંમેશાં તલસે છે. તે તરફ મનુષ્યને લઈ જ, એ ધર્મનું કાર્ય છે. બાહા ઇન્દ્રિયની ગુલામીમાં જેઓની બુદ્ધિ વ્યાહિત થયેલી છે, તેઓના અંતરમાં ઉન્નત ભાવનાઓને ઉત્પન્ન કરનાર અનેક પ્રકારની મર્યાદા અને અંકુશવાળું ધાર્મિક જીવન કદી પણ સ્થાન પામી શકતું નથી. અહંકારના ઉન્માદમાં એવા આત્માઓને પિતાને કે પરના કલ્યાણભાર્ગ ધ્યાનમાં આવી શકો જ નથી. ,