________________
1155
ધર્મ
ઉત્તર ઘટિત છે કારણકે તેના વધની વિરતિથી તેઓ (નારકીદે )ના સંબંધી અશુભ વિચારોનું વજન થાય છે અને શુભાશયની પુષ્ટિ થાય છે. નિશ્ચયથી જીવવધની નિવૃત્તિ ન કરવી, તેજ વધે છે. નિવૃત્તિ ન કરે ત્યાં સુધી પ્રવૃત્તિના પરિણામ રહે છે જ. પ્રવૃત્તિ નહિ કરવા છતાં નિવૃત્તિ નહિ કરનારને અવિરતિને દેષ જૈન શાસ્ત્રકારોએ માનેલો છે. આ સંસાર કાંઈ ન ઉત્પન્ન થયે નથી કે કઈ પણ કાળે નાશ પામવાને નથી, તેની અંદર કયા કાળે ક્યા જીવે કયા જીવને મારવાનો વિચાર નહિ કર્યો છે? અથવા કયા જીવે કયા જીવને વધ કે વિરાધતા નહિ કરી છે? સર્વની સાથે વૈરવિરોધ આદિ કરેલાં જ છે, તેથી નારી-દેવાદિ વધ નથી થતે, તે પણ તેમના વધની નિવૃત્તિ નહિ કરવાથી તેમના પ્રત્યેના ભાવની અશુભતા ટળતી નથી.
કર્મ બંધનમાં ભાવની મુખ્યતા છે. જ્યાં સુધી ભાવની અશુભતા ટળે નહિ, ત્યાં સુધી અશુભ કર્મબન્ધ પણ શેકાય નહિ. કર્મબન્યથી બચવાની અભિલાષાવાળાએ મન, વચન અને કાયાથી સર્વ જીના વધ માત્રની નિવૃત્તિ કરવી જોઈએ. જીવ મનથી શું અશુભ ચિન્તવતે નથી? અને વચનથી શું અશુભ બેલતે નથી? મન વડે ચિત્તવવાથી કે વચન વડે બોલવાથી કમબન્ય નથી, એમ નથી. માટે સર્વથા સર્વ ના વધની મન વચન અને કાયા વડે વિરતિ કરવી, એ પરમ ઉપાદેય છે.