________________
ભક્તિ
૧૫
મારતાં તીવ્ર પરિણામ ન પણ હોય અને વૃદ્ધને મારતાં હોય પણ ખરા, તેથી ફળ પણ તે પ્રમાણે મળે છે. વળી વૃદ્ધ ઓછા આયુષ્યવાળા જ હોય અને બાળકો દીર્ઘ આયુષ્ય વાળા જ હોય એવો નિયમ નથી, કે જેથી બાળકને માર વામાં અધિક પાપ અને વૃદ્ધને મારવામાં ઓછું, એ નિયમ કરી શકાય.
પ્રશ્ન મારવાના પરિણામ વિના મારે, એને કર્મબંધ ન થાય ?
ઉત્તર. મારે અને પરિણામ ન હોય, એમ કેમ બને? કદાચિત અજ્ઞાનથી કે કુશાસ્ત્રની ભાવનાથી વધના પરિણામ ન હોય અને વધ કરે, તે તે સ્થળે અજ્ઞાન અને કુશાસ્ત્રની ભાવનારૂપ પરિણામ વધ કરતાં પણ વધારે અશુભ છે. વધના પરિણામને જ્ઞાન વગેરેથી નાશ થાય છે, તેથી કર્મબંધથી ડરવાવાળા આત્માઓએ સમ્યગ જ્ઞાનાદિના અભ્યાસ માટે વિશેષ પ્રયત્નશીલ બનવું જોઈએ. વધવિરતિ માટે જરૂરી સમ્યગ્રજ્ઞાનાદિના અભ્યાસ માટે પ્રયત્ન નહિ કરનારનાં પરિણામ શુભ હેતા નથી. પાપનું તીવ્ર મન્દપણું પરિણામની ધારાના આધારે થાય છે, તેથી ગુણના વધમાં નિણના વધ કરતાં ઘણું જ પાપ માનેલું છે, કારણ કે તેમાં પરિણામની ફિલણતા અધિક હોય છે.
પ્રશ્ન જે જીવના વધને સંભવ છે તેની વિરતિ એ તો ઠીક છે, પણ નારકી–દેવાદિના વધની વિરતિનું ફળ માનવું, એ શું ઘટિત છે?