________________
જે દરેક દરેક કર્મનાં ફળ ભેગવવાંજ પડતાં હોય તે આત્માને માટે કોઈ પણ કાળે મુતિ સંભવેજ નહિ, કારણકે જ્યાં સુધી પાંચ પ્રકારના શરીરમાં આત્મા રહે અને પૂર્વકૃત (એટલે જે સમયે કર્મના ફળવિપાક ભોગવતે હેય તેની પહેલા કોઈ પણ સમયે કરેલાં કર્મ, પછી તે પાચ-પચીસ જન્માક્તર પહેલાં કર્યો હોય કે માત્ર પા કલાક પહેલા કર્યા હોય પણ ભેગવવાના–અનુભવવાના વખત પહેલાં કેઈ પણ વખતે કરેલા કર્મ, તે પૂર્વકૃત) કર્મના ફળવિપાક
જ્યારે જ્યારે ભગવાતા હોય ત્યારે ત્યારે એ જ સમયે નવા કર્મશુભાશુભ કર્મ બંધાતાજ હોય છે; પરંતુ નવાં કર્મ જે વખતે બંધાતાં હેય છે તે વખતે જે તે આત્માનાં મન-વચન અને કાયા ત્રણે એકાકાર થાય તેજ એ કર્મ બંધ પડે છે; પણ જે અવ્યક્ત ભાવ-નિર્લેપ ભાવે–અનાસક્તિપણે એ કર્મો થતાં હોય તે પછી એ કર્મોના પાકા બંધ પડતા નથી, અને તેથી તેવા કર્મો વગરભેગવ્યું પણ દૂર કરી શકાય છે, એમ શ્રી વીતરાગ દેવ કહે છે.
આ વાત વ્યવહારથી પણ સમજી શકાય તેવી છે. ઈરાદાપૂર્વક-દ્વેષપૂર્વક કાઈને અપાએલ મારી નાંખવાની ધમકી એ ગુન્હ ગણાય છે અને તે જે સાબીત થાય છે તે તેની શિક્ષા પણ ધમકી આપનારને ભોગવવી પડે છે; અને થોડા પણ ઈરાદા વિના કે દ્વેષ વિના અજાણપણે કદાચ કોઈને પ્રહાર થઈ ગયો હોય અને તે જે સાબીત કરી શકાય તે તે શિક્ષા ભેગવત નથી. જેમ વ્યવહારમાં આ નિયમ છે તેવી જ રીતે કર્મબંધન અને તેનાં ફળ ભોગવવાના સંબંધમાં પણ જ્ઞાનદષ્ટિએ સમજી શકાય તેમ છે અને એથી જ શ્રી વિરપ્રભુએ કથેલ છે કે “ક્રિયાએ બંધ નથી પણ પરિણામે બંધ છે” અને તે કથન સશે સત્ય છે.
કર્મના સંબંધમા જૈન સિદ્ધાન્તના અનેકાન્તવાદના આધારે એક વાત એ પણ વિચારવા જેવી જણાય છે કે, દરેક આત્માને તપોતાનાજ કરેલાં શુભાશુભ કર્મના ફળ ભોગવવાના હોય છે–