________________
૩૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
નારૂં, દુર્ગતિને વધારનારું, જન્મ-મરણને વધારનારૂં, ઘણા કાળનું સેવેલું, હમેશાં સાથે ચાલ્યું આવનારું અને દુઃખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે.
અદત્તાદાનનાં નામ.
એ અદત્તાદાનનાં ગુણનિપન્ન ત્રીસ નામ છે – (૧) ચરવું, (૨) પરકા ધનને હરવું, (૩) નહિ આપેલી વસ્તુ લેવી, (૪) ક્રૂર કાર્ય કરવું, (૫) પારકા દ્રવ્યને લાભ લેવા (૬) અસંયમ, (૭) પરધનમાં વૃદ્ધ થવું, (૮) લોલુપી થવું, (૯) તસ્કરપણું, (૧૦) અપહરણ કરવું, (૧૧) પરધન હરવામાં હાથચાલાકી કરવી, (૧૨) (ચારી રૂપ) પાપકર્મ કરવું, (૧૩) ચૌર્ય ભાવ, (૧૪) હેરવું અને ધનની હાનિ કરવી, (૧૫) પરધનને લેવું, (૧૬) પરધનને છીનવી લેવું, (૧૭) અપ્રતીતિજનક કાર્ય, (૧૮) પરને પીડાજનક કાર્ય, (૧૯) પરધન લેવા માટે ઉદ્યમ, (૨૦) સંતાડવું, (૨૧) વિશેષ પ્રકારે કરીને છુપાવવું, (૨૨) કુંડાં તેલ, (૨૩) કુળને કલંક લગાડવું, (૨૪) પરદ્રવ્યને અભિલાષ કરો, (૨૫) (રાજ તરફથી કષ્ટ આવે ત્યારે) દીનતા દર્શાવવી, (૨૬) વિનાશકારક વ્યસન, (૨૭) પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ, (૨૮) પામેલા ધનની તૃષ્ણ. અને નહિ પામેલા ધનની વાંછના, (૨૯) કમને ઢાંકવા માટે માયા કપટ, (૩૦) પારકી નજર ચુકાવીને ચોરી કરવી. એ પ્રમાણે અદત્તાદાનનાં ૩૦ નામ છે, અને તે ઉપરાંત અદત્તાદાનના દુષ્ટ કર્મનાં બીજાં અનેક નામે જાણવાં.