________________
અદત્તાદાન
અધ્યયન ૩ જું
અદત્તાદાન (ર્યકર્મ) જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન સંભળાવું છું. * અદત્ત એટલે નહિ આપેલી એવી વસ્તુનું હરણ કરવું તે (સામા માણસને) ચિત્તને સંતાપ-અરણ-ભય-ત્રાસ ઉપજાવનારું, પરધનને વિષે ગૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ (ારી કરીને) પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે (અદત્ત દાન) અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારું અને અનાર્યનું આચરણ છે. (પરગૃહમાં પ્રવેશવા માટેના) છિદ્રને તથા (ચોરી કરવાના અનુકૂળ) અવસરને નારે, કષ્ટ તથા રાજા તરફના ઉપદ્રવને નોતરનારે, ઉત્સવમાં મગ્ન થએલા–પ્રમાદવંત–ઉંઘનારા–એવા લેકેને ઠગનાર, વ્યગ્ર કરનારે, મારનારે અને અનુશાંત સ્વભાવવાળે, એવા માણસને ચેર માન. અદત્તાદાનનું સ્વરૂપ.
(એ અદત્તાદાન કેવું છે?) દયારહિત, રાજપુરૂષથી અટકાવાચેલું, સાધુજનેથી સદા નિંદિત, પ્રિયજન-મિત્રજન વચ્ચે ભેદ–અપ્રીતિને કરનારૂં, રાગદ્વેષને પુષ્ટ કરનારૂં, ઘણું લોકેને વિષે લડાઈ, મારામારી, રાજ્યો વચ્ચે કલહ, કલેશ, કંકાસ, હિંસા ઈત્યાદિને કરાવનારું, દુગતિમાં પાડ- +