________________
૧૩૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગાત્ર કમની બે અને અંતરાય કર્મની પાચ એ આઠ કર્મની એકત્રીશ પ્રકૃતિને વિજય. ]
(૩૨) બત્રીશ પ્રકારનો રોગ (પ્રશસ્ત વ્યાપારી સંગ્રહ.
૧ પાપનું પ્રાયશ્ચિત્ત લે, શિષ્યને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ગુરૂ બીજાને ન કહે, ૩ વિપત્તિમા ધર્મ વિષે દૃઢ રહે, ૪ નિશ્રારહિત તપ કરે, ૫ સૂત્રાર્થ ગ્રહણ કરે, ૬ સુશ્રુષા ટાળે, ૭ અજ્ઞાત કુળની ગૌચરી કરે, ૮ નિર્લોભી થાય, ૯ બાવીશ પરિષહ સહે, ૧૦ સરલ સ્વભાવ રાખે, ૧૧ સત્ય સંયમ આચરે, ૧૨ સભ્યત્વ નિર્મળ રાખે, ૧ટ સમાધિપૂર્વક રહે, ૧૪ પાચ આચાર પાળે, ૧૫ વિનય કરે, ૧૬ ધતિ રાખે, ૧૭ વૈરાગ્ય રાખે, ૧૮ શરીરને સ્થિર રાખે, ૧૯ સારા અનુષ્ઠાન કરે; ૨૦ આસવ રેકે, ૨૧ આત્માના દોષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિમુખ રહે, ૨૩ મૂળ ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૪ ઉત્તર ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૫ અપ્રમાદી થાય, ૨૬ કાળે કાળે ક્રિયા કરે, ર૭ ધર્મધ્યાનનો સંગ્રહ કરે, ૨૮ સંવર યોગને સંગ્રહ કરે, ૨૯ ચરણ કે રાગ નીપજે તે મનને સુબ્ધ ન થવા દે, ૩૦ સ્વજનાદિકને ત્યાગ કરે, ૩૧ પ્રાયશ્ચિત્ત લીધું હોય તે પાળે, ૩૨ આરાધક–પંડિત મૃત્યુ થાય તેમ આરાધના કરે. ]
(૩૩) તેત્રીશ પ્રકારની આશાતના.
[૧ શિષ્ય વડા (ગુરૂઆદિની આગળ અવિન ચાલે, ૨ શિષ્ય વડાની બરાબર સાથે ચાલે, ૩ વડાની પાછળ અવિનયે ચાલે, ૪–૫-૬ શિષ્ય વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે ઉભો રહે, ૭-૮-૯ વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે બેસે, ૧૦ શિષ્ય વડાની સાથે બહિરભૂમિ જાય અને વડાની પહેલાં શચિ થઈ આગળ આવે,