________________
બ્રહ્મચર્ય
૧૨૩
હય-રૂપચૌવનસ્તન-ઓષ્ટ-વસ્ત્ર–અલંકાર-આભૂષણ-ગુહ્યુંદ્રિય ઈત્યાદિ જોવા-સાંભળવાં તે) અને બીજાં પણ તપ–સંચમ-બ્રહ્મચર્યને ઘાત-ઉપઘાત કરનારાં (કા) છે, તે બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે આંખ વડે, મન વડે કે વચન વડે ન અભિલષવા (ઈચ્છવા) યોગ્ય પાપકર્મો છે. એ પ્રકારે સ્ત્રી રૂપ-વિરતિ સમિતિના ચેગથી જે ભાવિત છે તેને અંતરા
ત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળ, ઈ દિયધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએથી યુક્ત થાય છે.
ચેથી ભાવનાએ પૂર્વે કરેલાં-સેવેલાં વિષય આદિને • સંભારવાં નહિ. પૂર્વે (ગૃહસ્થાવસ્થામાં) સેવેલા વિષય ભેગ; પૂર્વે કરેલી રસતે-કીડાઓ; પૂર્વ સમયનાં સગાંઓ (સાસુ. –સાળા-સાળી આદિ)ના પરિચય આદિ; આવાહ પ્રસંગે (નવપરિતને ઘેર લાવવાં, વિવાહ પ્રસંગે, ચૌલ કર્મ (મુંડન–બાળકને એટલી રાખવી) પ્રસંગે, તિથિએ (મદન ત્રદશી આદિ), ચક્રિયાને દિને (નાગપૂજાના દિવસે, અને ઉત્સવદિને (ઇદ્રમહાત્સવ) ગારથી સજજ થએલીસુંદર વેશવાળી સ્ત્રી સાથે, હાવ-ભાવ-લાલિત્ય-કામચેષ્ટા -વિલાસથી શોભતી સ્ત્રીઓ સાથે, અનુકૂળ પ્રેમિકા સાથે જે શયનપ્રાગ અનુભવ્યા હોય (વિષયસેવન કર્યા હેય) તે સંભારવાં નહિ. ઋતુ-ઋતુનાં સુંદર પુષ્પ, સુગંધી ચંદન, સુગંધી દ્રવ્ય તથા સુગંધી ધૂપ, સુખપર્શ કરાવનારાં વસ્ત્રાભૂષણ ઈત્યાદિથી સુશોભિત સ્ત્રીઓ સાથે પૂર્વે કરેલા વિષયભાગ સંભારવા નહિ. રમણીય વાદિ, ગીત, નટ, નર્તક, બજાણીયા, મલ, મૂઠીએ લડવાનો ખેલ કરનારા (મુષ્ટિક