________________
અહિંસા
જળચર, સ્થળચર, બેચર, ત્રસ, સ્થાવર, સર્વ જીવોને ક્ષેમકારિણ-સુખ કરનારી અહિંસા છે. એ પ્રકારની જ એ અહિંસા ભગવતી છે–અન્યથા (લૌકિક દષ્ટિએ કહિપતો નથી, અહિંસા સેવનારા
(હવે અહિંસાનું સેવન કેણ કરે છે તે કહે છે.) અપરિમિત જ્ઞાન-દર્શન ધારણ કરનાર, શીલ (શુદ્ધ આચારોમૂળ ગુણ-વિનય-તપ-સંચમના નાયક, તીર્થકર ભગવાન, આખા જગતના વાત્સલ્યકારી, ત્રિભુવનના પૂજનીય, વિતરાગ દેવ, કેવળ જ્ઞાની એમણે અહિંસાને વિશેષ પ્રકારે જાણી છે, સામાન્ય જજુમતિએ (સામાન્ય મન:પર્યવ જ્ઞાની) વિશેષે દેખી છે; વિપુલમતિ (વિશેષ મન:પર્યવ જ્ઞાની) એ સારી પેઠે જાણું છે; ચાદ પૂર્વના ધારણ કરનારાઓએ અધિક પાળી છે, વિક્સલબ્ધિવાળાઓએ આજન્મ પાળી છે; મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મન પર્યવ જ્ઞાની, કેવળજ્ઞાની, સ્પર્શ કરીને વ્યાધિ મટાડવા જેવી લબ્ધિ ધરાવનાર, મુખમાંના શુંક રૂપે ઔષધિ ધરાવનાર, શરીરના મેલ રૂપે ઔષધિ ધરાવનાર, મૂત્ર-પુરીષાદિ રૂપ ઔષધિ ધરાવનાર, તથા (પશું-શુંક-એલ-મૂત્ર-પુરીષાદિ) એ સર્વ ઔષધિ રૂપ લબ્ધિને ધારણ કરનાર, બીજ સરખી બુદ્ધિવાળા, કેષ્ઠ જેવી બુદ્ધિવાળા (અંતરમાં ઉતારેલું ભૂલે નહિ), પદાનુસારી બુદ્ધિવાળા (એક પદ ઉપરથી પછીના અનેક પાને અર્થે સમજી લે તેવા ), શરીરનાં બધાં અવયવોએ કરી સાંભળનારા, શ્રુતના ધારણહાર, નિશ્ચલ મનને ધારણ