________________
અહિંસા
૮૭
વ્રત છે, સત્ય વચન તથા માયાત્યાગે કરી પ્રધાન વ્રત છે, નરક-તીર્યચ-મનુષ્ય–દેવ ગતિનું નિવારણ કરનારાં છે, સર્વ તીર્થકરોએ પ્રતિપાદેલાં છે, કર્મરજને વિદારનારાં છે, સેંકડે ભવના ફેરાને વિનાશ કરનારાં છે, સેંકડો સુખને પ્રવર્તાવનારાં છે, કાયર પુરૂષને પાળતાં દોહ્યલાં લાગે તેવાં છે, શુરા-ધીર પુરૂષોએ સેવેલાં છે, નિવણગમનના માર્ગ અને સ્વર્ગના માર્ગ પ્રત્યે પ્રયાણ કરાવનારાં છે, એવાં સંવરનાં દ્વાર ભગવાને પાંચ કહેલાં છે. અહિંસા.
તેમાં પહેલું અહિંસા દ્વાર છે. અહિંસા દેવ–મનુષ્યઅસુર લેકને (સંસારસાગરમાં) દ્વીપ રૂપ, ત્રાણ (આપત્તિમાં) શરણરૂપ, સંપદા આપનારી તથા (શ્રેયાર્થીએ) આદરવાચોગ્ય છે. અહિંસાનાં નામ.
(હવે અહિંસાનાં ગુણનિષ્પન્ન નામ કહે છે). (૧) નિર્વાણનું કારણ, (૨) ચિત્તની સ્વસ્થતા, (૩) સમાધિ, (૪) શાન્તિ, (૫) કીતિ આપનાર, (૬) કાન્તિ (શરીરની)નું કારણ, (૭) (મનને) રતિ ઉપજાવનાર, (૮) (હિંસાથી) નિવૃત્તિનું કારણ, (૯) શુભ અંગ (શ્રુતજ્ઞાન)નું કારણ, (૧૦) તૃતિનું કારણ, (૧૧) દયા, (૧૨) વિમુક્તિ, (૧૩) શાન્તિ-ક્ષમા, (૧૪) સમ્યક્ત્વની આરાધના, (૧૫) (સર્વ ધર્માનુષ્ઠાનમાં)
હતી, (૧૬) બેધિ સર્વજ્ઞ ધર્મની પ્રાપ્તિ), (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ-ધર્ય, (૧૯) સમૃદ્ધિ, (૨૦) દ્ધિ, (૨૧) વૃદ્ધિ,