________________
હૈદ
હવે બ્રાહ્મણે આપેલા ન્યકુમારના સર્વે સમાચાર જાણીને ધરણે વિચારવા માંડ્યુ કે અરે ! આધળા કરેલેા તે ધન્ય, એવુ મેહુ નિર્જન વન તે કેમ ઉતર્યાં હશે ? અરે વળી એને આવી ઉત્તમ રાજ્ય લક્ષ્મી તથા સ્ત્રી તે કયાંથી મળી હશે ? હવે એ રાજ્ય લક્ષ્મીને પ્રાપ્ત થયેા છે અને મેં તેની આંખા ફાડી છે તેથી દ્વેષ રાખી મારૂ કઈ પણુ જલદી પ્રતિકૂલ કરશે, એમ કરતાં જો એ અહી આવે, તેા તે હું તેના કેાઈ પણ ઉપાયે તુરત નાશ જ કરૂ ? પરંતુ સુખમાં પડેલા તે અહીં આવે જ શા માટે ? હવે એ સ વિચાર છેોડી દઈને તેથી હું પોતે જ ત્યાં જઈને એવા કોઈ ઉપાય કરૂ કે જે ઉપાયથી કરી ત્વરિત તે નાશ પામે ? એમ વિચારીને પેાતાના માતા પિતાને કહે છે કે હૈ માતાપિતા । મારા ધન્યભાઇને મેં ઘણા દિવસથી દીઠા નથી, તેથી મારૂં મન તે ત્યા ને ત્યા જ વળગી રહ્યું છે, ને મને તે વિના ગમતુ પણ નથી તે માટે હું તે જાઉં છું. એમ કહીને ધરણ ત્યાંથી એકદમ ધન્યકુમાર જે ગામમા રહેલા છે, તે સુભદ્ર નગરમાં આવ્યેા. આવીને તુરત ધન્ય પાસે ગયેા. ધન્યકુમાર તે તેને જોઈને મનમા અત્યંત હર્ષ પામ્યા. અને ધણુ તેા મનમાં ખેદ પામી વિચારવા લાગ્યા કે અરે ! આ ધન્ધે કહ્યુ હતુ કે ધર્મથી જય છે, તે વાત તે! આ જોતાં ખરી જ લાગે છે? વળી પણ પાછે વિચાર કરે છે કે ફિકર નહિ. તે ધનવાન તથા રાજ્યલક્ષ્મીવાન થયે, તા પશુ શુ થયુ ? તેને હું કોઈ પણ પ્રકારથી દુખજાળમાં નાંખી દીધા વિના રહીશ નહિ, અને મારો ધારેલે મનેરથ પૂર્ણ કર્યા વિના પણ રહીશ નહીં? એમ વિચાર કરીને ત્યાં રહ્યો. ધન્યને રાજ્ય પ્રાપ્ત થયુ' છે, તે પણ સરળપણાથી પેાતાની સમાન તે ધણુની આસનાવાસના રાખે છે, અને તે રાજા પણ આ ધરણુ ધન્યના ભાઇ છે એમ જાણી ધન્યકુમારથી પણ વધારે માન આપે છે. ચાકરા પણ તે મને રાજા કરતાં તેની સેવાચાકરી વધારે કરે છે, પર તુ કૃતઘ્નીપણાથી તથા નિજ્જપણાથી તે ધરણે શું કર્યુ? કે એક દિવસ તે રાજા પાસે એકાતમાં ગયા, ત્યાં જઈને કહેવા લાગ્યો કે હું રાજસ્? તમેા તથા તમારૂં ચાકરમ ડલ, તે સ સહસ્ર ચક્ષુવાલા છે. તે પણ તમને આ ધન્ચે કેવા છેતરી નાખ્યા છે? તે સાંભળી રાજા સસભ્રમ થઈ પૂછવા લાગ્યા કે હે ભાઈ1 તુ શુ ખેલ્યો ? ફરીને કહે, ત્યારે પાછુ પણ તેણે તેજ વાક્ય કહ્યુ. તેથી રાજા ખેલ્યો કે કેમ, શુ' એ પ્રત્યે અમેને છેતર્યા છે? ધરણે કહ્યુ કે હા. પણ જો મારૂં નામ પ્રસિદ્ધ ન કરો તે હું જ તમેને સ હકીકત કહી મતાવું. કદાચિત્ જે મારૂ નામ તમે કહા તેા એ દાનવરૂપ ધન્ય મને માર્યાં વિના મુકે નહિ. ત્યારે રાજાએ કહ્યુ કે તમે નિશ્ચિંત રહેા. અમે તમારૂ કોઈ પણ રીતે નામ નહિ લઈએ ? ત્યારે ધરણુ બોલ્યેા કે હે રાજન્' અમારા ગામમા એક ચાડાલ હતા, તે અત્યંત અનાચારી હાવાથી અમારા રાજાએ તેને પેાતાના દેશથી ખડ઼ાર કાઢી મુકયા છે, તેજ આ ધન્ય છે. અને હું પણુ અહીં ફરતા ફરતા આવી ચડયા અને તેને મલ્યા, ત્યાં તે તેણે જાણ્યું કે અરે આ તે મારા ગામના છે, તે વલી અહી' કયાંથી આવ્યા