________________
પરમ નિમલ એવી કલ્યાણમાલા પ્રાપ્ત થાય છે. હે રાજન ! આ ઠેકાણે હું એક દષ્ટાંત કહું છું, તે સર્વ કેઈ તમે સાંભળે તે સાંભળી રાજા કહે છે, કે મહારાજ ! આ માટે મારા ઉપર આપે અનુગડુ કર્યો. એમ રાજાએ કહ્યું. તે સાભળી મુનિ કહેવા લાગ્યા કે હે રાજન ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે ગ્રામ નામક એક ગામ છે, ભદ્દીકપણાના ગુણયુક્ત સંગતનામે કોઈ એક પામર રહે છે. એક દિવસ સાંજે તે ગામને વિષે સાધુએ આવ્યા, તે સાધુઓને રાત્રિ વ્યતીત કરવા માટે તે સ ગતનામે પામરે ઉપાશ્રય દીધે. અને તેમની સેવા પણ કીધી. તે સંગતને સુધારસ સમાન મધુર, તથા અધર્મને નાશ કરન રી, પાપાપ સંતાપને ટાલનારી, ધર્મની દેશના દીધી. સાધુ વિરામ પામે છતે શ્રદ્ધાવાન એ સંગત ભિલ્લ કહેવા લાગ્યું કે હે મહારાજ! તમે મારે વિષે અત્યંત કૃપા કરનારા છે પરમ અનાર્ય દેશમાં વસતે એ હુ અધમી તથા અજ્ઞાની છુ. તો પણ હું શા કારણે કૃતાર્થ થાઉ તે માટે હે ભગવન્! ગૃહસ્થને સુખ દેવાવાલો અને મારે આચરવા ચોગ્ય એ ધર્મ કહે. તે સમયે મુનિએ કહ્યું કે હે સંગત ! તારે પંચપરમેષ્ટીનું સ્મરણ કરવું. પ્રાતઃકાલ, મધ્યાહુકાળ અને સાયકલ, એ ત્રણે કાળને વિષે ત્રણ વાર, પાંચ વાર, અથવા આઠ વાર, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. ભેજનકાળને વિષે તથા શયનકાળને વિષે પવિત્ર થઈને આ પંચપરમેષ્ઠી નામક મહામંત્રનું સ્મરણ કરવું અને તે માત્રને વિષે ભાવ ન છે. એ પ્રકારે ઉપદેશ કરીને સર્વ સાધુઓએ ત્યાંથી વિહાર કર્યા તદનંતર તે સુગત ભિલ્લ પણ તે મુનિના વચન પ્રમાણે શ્રી પંચ પરમેષ્ઠીનું સમરણ કરતે થકે ઘણે કાળ જીવતો રહ્યો પછી અંતે વિશુદ્ધ એવા ધ્યાનથી મરીને શ્રીપંચપરમેષ્ઠીના મરણના પુણ્યથી સંદર્ભદેશની ભૂમિરુપ સ્ત્રીના ભાસ્થળને વિષે તિલકભૂત એવા ન દિપુર ગામને વિષે પવાનને રાજાની કુમુદિની નામની રાણીના સ્વપ્નમાં રત્નને રાશિ દિઠે, તેથી તે પુત્રનું રત્નશિખ” એવું નામ પડયું તે વયથી અને કલાથી વધીને થકે યૌવનપણને પા, સુકૃતથી ખેંચાઈ આવેલી લક્ષ્મીની પેઠે તેના ગુણોએ કરી રંજિત, અને સ્વય વરથી . પ્રાપ્ત થયેલી એવી કોશલ દેશના અધિપતિની કૌશલા નામની કન્યાને રત્નશિખ નામે કુમાર પર હતે એક દિવસ કુમિદિની નામે દેવીએ પધાનન રાજાના મસ્તક પરથી એક ધૂળે કેશ ચુટીને તે રાજને દેખાડ, તે કેશને જોઈને તત્કાળ ઉત્પન્ન થયે છે વૈરાગ્ય જેને એવા પાનના નામે રાજાએ પિતાના રત્નશિખ નામના પુત્રને રાજ્ય આપીને ભાર્યાથી સહિત વૈરાગ્ય પામીને વન પ્રત્યે ગમન કર્યું. તદન તર પૂર્ણિમાના ચદ્રમાની પિઠે અખંડ મંડલેયે કરી અલકૃત, મત્રો અને સામંતરાજા વગેરેની પંક્તિથી આવૃતિ એવા, રત્નશિખ કુમાર પણ મોટે રાજા થશે. તે રાજા નવી નવી કથાના વિદિવાલે છે, તેથી કઈ પણ નવી કથા કહે તેઓને વૃત્તિ બાધી આપે છે અને અનેક પુરુષનાં ચરિત્ર સાંભળી તે અતિ સંતુષ્ટ થઈ જાય છે. એવી અનેક પ્રકારે કથાઓ સાંભળીને સ્વજીવનને ધન્ય માનતો હતો, તેમ આત્માને ધર્મ માર્ગે આગળ વધાવતે થકે જીવનને નિર્મલ