________________
રાજા અંતરંગમાં અતિ કોપાયમાન થયે, તે પણ બાહ્ય વૃત્તિથી હસીને તે દૂતને કહે છે કે, હે દુત ! મારી હાજરીમાં પારકી ધરતી જોરાવરીથી લેવાને કેણુ સમર્થ છે? સંગ્રામ કરવાને તૈયાર છું, અને તુ પણ સિંહપણું મૂકીને જે પરાક્રમી હોય તે સંગ્રામ કરવાને સજજ થઈ જા ઈત્યાદિક કઠેર વચન કહી દુતને વિદાય કર્યો. તેણે જઈ પિતાના સ્વામીને વાત કહી. ત્યારે તે બે રાજાના સૈન્ય સીમની મર્યાદામાં આવી મળ્યા. બહુ આરંભ દેખીને અંગદેશને રાજા સમરસિંહ રાજાને કહે છે કે, આપણે અને ઘણા બલીયા છીએ તે બને જણ પરસ્પર યુદ્ધ કરીએ પણ બીજા પ્રાણને પડીને શું લાભ છે? પછી જે જીતશે તે નરવીર તે પૃથ્વી લેશે. અગાધિપતીનું વચન સમસિંહ રાજાએ અગિકાર કર્યું.
અને રાજા યુદ્ધ કરતા સમરસિંહ રાજા ઘણા ઘા ખાઈને મૂચ્છિત થઈ પડે ત્યારે અંગદેશના કમસેન રાજાએ પાણી મંગાવી તેના પર છાંટયું, તેને સ્વસ્થ કર્યો, અને કહ્યું કે તમે લડાઈમા સિહ જેવા છે, હથિયાર ગ્રહણ કરી યુદ્ધ શરૂ કરે, ત્યારે સમરસિહુ વિચારે છે કે આ બાળક કેટલે નીતિવાળે છે, હું વૃદ્ધ થવા છતા અન્યાય કરું છું. માટે હવે ગમે છેડીને દિક્ષા ગ્રડણ કરીશ–ત્યારે સમરસિંહ રાજા કહે –કે હે રાજન ! મારું માન ગયું તેથી મૃતતુલ્ય , સુવા સાથે તમારે યુદ્ધ ન કરવું જોઈએ, તમે (કમલસેન) સાત્વિક છે તે મારું રાજ્ય સ્વીકારે, મારી આઠ કન્યા સાથે લગ્ન કરે. હવે હું ચારિત્ર સ્વીકારીશ. કમલન રાજાને રાજ્ય આપી આઠ કન્યાઓ પરણાવી સુધર્માચાર્ય પાસે આપી દીક્ષા લીધી-કમલસેન ચ પાનગરીમા બીજુ રાજ્ય પામીને આવ્યા–ત્યારે રાજ સભામાં પિતનપુરથી પોતાના પિતા શત્રુજ્ય રાજાને દૂતે આવીને લખેલે પત્ર આપે, ત્યારે કમલસેન રાજાએ માતા-પિતાની ખબર પડી ત્યારે દૂતે કહ્યું તમે માતા-પિતાને કહ્યા વિના વસત કીડા મૂકીને નીકળી ગયા, તમારા વિના બધા જ શેક કરે છે. શેકાતુર લેકે તમારા દર્શનની રાહ જોવે છે, દર્શન આપી બધાને શાંતિ આપે, આ સાભળી રાજા વિચારે કે મા-બાપને મારા ઉપર ઘણે સ્નેહ છે, કે મા-બાપને ભૂલીને વિષય-લીલામાં પડે તે મારી ભૂલ છે, માટે ત્યાં જઈ આ દ્ધિ-સિદ્ધિ રાજ્યાદિ તેમને આપી–તેમના ચરણેમા નમસ્કાર કરૂ, મતિવર્ધન પ્રધાનની સલાહ લઈને શુભ દિવસે પ્રસ્થાન કરી પિતાને ભેટવા નીકળ્યો, વાજતે-ગાજતે, હાથી–ઘેડા, પાયદળ, રથ વિગેરે રાજા જાય છે–વાચકને દાન આપત, જિનપૂજા રચાવતે, મુનિરાજની ભક્તિ કરતે, પિતાના નગરની નજીક આવ્યું. પિતા પણ મહત્સવ પૂર્વક પ્રવેશ કરાવે છે. સર્વે જણ રાજમંદિરમાં આવ્યા, કમલસેનકુમાર (રાજા) પિતાના માતા-પિતાને નમસ્કાર કરી ચરણોમાં નમે છે માતા-પિતાએ ખૂબ આશીર્વાદ આપ્યા. સર્વ હકીકત પુત્રે મા-બાપને જણાવી બધા આશ્ચર્ય પામ્યા, અમારા કુલમાં પુત્ર ધર્માત્મા બન્ય, અને રાજા બની અનેકના દુખ દૂર કરનારે કામધેનુ જે થો-પિતા સ્વયં વિચારીને કમલસેન કુમારને રાજ્ય આપીને સારા દિવસે શીલંધરાચાર્ય પાસે દિક્ષા ગ્રહણ કરે છે. પિતા સ્વ-કલ્યાણ અર્થે ભગીરથ પ્રયત્ન કરે છે,