________________
તે રાજર્ષિ કેવા થયા? તે કે, મહાવતી, મહાધ્યાની, વૈરાગી થયા. તે મુનિ તપ સંયમથી કરી પિતાના કર્મ ખપાવી, શુભ ધ્યાનથી ક્ષપકશ્રેણિ આરેહિ કેવલજ્ઞાન પામી મોક્ષ પામ્યા, ત્યાર પછી તે કમલસેન રાજા સૂર્યની પેઠે મહા પ્રતાપી થશે. પૃથ્વી મંડળને વિષે દિનપ્રતિદિન પ્રતાપની વૃદ્ધિ પામવા લાગ્યો. ન્યાય નીતિપૂર્વક, રાજ્ય સંપદા ભોગવતે જૈનધર્મને વિષે નિશ્ચિતપણું રાખો, હતું, અનેક પુત્ર પૌત્રાદિક અધિક વિસ્તારને પામતે હતે. વયઃ પરિપકવ થઈ એટલે તેની જ્યારે વૃદ્ધાવસ્થા થઈ ત્યારે ભેગ અને રાજ્યને વિષે તે રાજા અનુક્રમે વિરક્તપણું પામે. જે સજન હોય તેને એ યુક્તજ છે. ગ્રીષ્મકાલ વ્યતીત થયા પછી વર્ષાઋતુ આવી ચારે બાજુ પાણી ભરાયા, પાણીના પૂર ઉતરી ગયા એટલે કમસેન રાજા વિચારે કે રાજ્ય સંપત્તિ પાણીના પૂર જેવી છે. ધન-સંપત્તિ વધે ત્યારે મનુષ્ય મદોન્મત થઈ અભિમાની બની કર્મને કચરો ભેગે કરે છે, આત્મા–અભિવ–પરભવ અનર્થની પરંપરા પામે છે, આત્મ-ચિંતવના કરતા રાજનને સંવેગ થાય છે, વિષ અનની જેમ રાજા વિષયને ત્યાગી બ, ત્યાર પછી ગુણસેના રાણીને પુત્ર જે સુણકુમાર છે તેને શુભ દિવસે રાજગાદી પર સ્થાપન કરી, શ્રી શીલંધરસૂરિના શિષ્ય શ્રી સંયમસિંહસૂરિ મહારાજના દર્શન થયા, દેશના સાંભળીને ગુણસેના રાણી, ઘણું અંતેઉરી સાથે, ઘણું સામંતાદિ પરિવારપૂર્વક કમલસેન રાજા અણગાર બને છે, સંયમની શુદ્ધ આરાધના અપ્રમત્તપણે કરે છે. છેલ્લે અનશન કરી, ચાર શરણ સ્વીકારી, અરિહંતનું ધ્યાન ધરતા કાલધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલેકમાં દેવતા થયા, ત્યાં દસ સાગરનું આયુષ્ય ભોગવતાં સમય પસાર કરે છે,
પછી ગુણસેના રાણી સાચવીપણે શુદ્ધ ચારિત્ર પાળી, અનશન આરાધના કરી, તે પણ શુધ્યાને કોલ કરી પાંચમાં બ્રહ્મદેવલેકે તેજ દેવતાના મિત્રપણે જઈ ઉપજ્યાં. જેણે નિરંતર તપ સંયમ સ્વીકાર્યું, તથા જેની શીલની લીલા નિર્મલ છે, તે જીવ શંખરાજાના જીવની જેમ ભવે ભવને વિષે સુધલબ્ધિ પામશે. આ પ્રમાણે બીજા સર્ગમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રના ચાર ભવને સંબંધ સંપૂર્ણ થયે
અથ તૃતીય સર્ગશ્ય બાલાવબેધ પ્રારંભ: . તે કમલસેન મુનિને જીવ, પાંચમા દેવલેકમાં વીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી, ત્યાંથી વી જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે શૂરસેનના દેશને વિષે તિલક સમાન મથુરાનામે નગરી છે. ત્યાં મેઘનામા રાજાની મુક્તાવલી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. હવે તે નગરી કેવી છે? તે કે, ત્યાં દંડ તે એકમાત્ર દહેરાને વિષે જ છે જ્યાં બંધન નારીના કેશન