________________
શીયલના પ્રભાવે સર્પનું વિષ ઉતર્યું તેવું સાંભળી વેદવિ કામી દ્વિજ સંતુષ્ટમાન હર્ષવત થઈ, સર્વ લેકની સાક્ષીએ ગુણસુંદરીને પગે લાગી કહે છે કે, તું મારી પહેલા બેન હતી, પણ હવે તેં મને જીવિત દાન આપીને નવે અવતાર ધરાવ્યો તેથી તું મારી માતા થઈ. મેટા પાપથી તે મને વાર્યો, માટે હે ભગિની ! તારું મહાય મેં આજે જાયું. તથા મારૂ પાપ ચેષ્ટિત તે જાણ્યું. તે પણ તે મુજ પાપી ઉપર ઉપકાર કર્યો હવે એ તારે ઉપકાર હું કેવી રીતે વિસ્તારુ આ ઉપકારને પ્રત્યુપકાર હું તને શું કરું ? જે તું કહે તે કરું: ત્યારે ગુણસુંદરી કહે છે. જે તું મને ભગિની જાણ પ્રતિ ઉપકાર કરે, તે પરદા રાગમન છેડી દે ! હે ભાઈ! તું એવું વ્રત સ્વીકારે તે પ્રત્યુપકાર થશે. વળી એ વ્રત સ્વીકારવાથી તારો આત્મા પણ આ ભવે પરભવમાં સુખી થાશે. તારા આત્માને ડિત થાય તે આર. એવું સાંભળી પરદાર ગમન ન કરવુએવું વ્રત આદરી પુણ્યશર્માને ખમાવી, ગુણસુંદરીને પગે લાગી, નિર્મલ થઈ તે કામીદ્વિજ પિતાને ઘેર ગયો. એ ચેથી ગુણસુ દરીની કથા મુનિ એ સંપૂર્ણ કહી તે ચારે સ્ત્રીઓ પરપુરુષ ત્યાગ કરી શિયલ વ્રત પાળી પ્રથમ દેવ. લેકમાં રતિસુ દર નામે વિમાનને વિષે દેવગના થઈ ત્યાં સારસ્કાર સ્ફટીક કાતિથી દેદીપ્યમાન એવા દેવતાના દિવ્ય સુખ ભેગવી ત્યાંથી ચ્યવી શેષ પુન્યથી એ નગરમાં એ ચારે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ. તેમાં એક કાચન વ્યાપારીની સ્ત્રી વસુ ધરા, તેની તારા નામે પુત્રી થઈ. બીજી કુબેર વણિકની પદ્મિની નામે સ્ત્રી તેની શ્રીનામે પુત્રી થઈ ત્રીજી. ધરણ વણિકનીલક્ષ્મીવ તી નામે સ્ત્રી તેની વિજયા નામે પુત્રી થઈ. એથી પુણ્યસાર વણિકની વસુથી નામે સ્ત્રીની કુખે જેમ છીપમાં મેતી ઉપજે તેમ તે સદુવ્રતની ધરનારી દેવી નામે પુત્રી ઉત્પન્ન થઈ, તે પુરિઓના જન્મથી તેનુ કુલ શોભવા લાગ્યું. અનુક્રમે તે ચારે કન્યા મેટી થઈ સર્વ કલા શીખી. યૌવન રૂપ સ પદ પામી, પુણ્યનાયોગે તેમને ગુરુને યોગ થયો તેથી તે બારવ્રત ધારી શ્રાવિકા થઈ તથા શેઠને જીવે પૂર્વે શ્રી તીર્થ કર દેવને જે દાન દીધું તે પુન્યની શ્રખલાથી આકર્ષી એવી તે ચારે કન્યા વિનયંધર શેઠને પરણાવી સરખાં પુણ્ય કરી સરખે વેગ મળે તેમ એ શેઠને એ કન્યા પણ સરખે સરખી મળી છે. - | મુનિરાજે આ પ્રમાણે રાજને સંભળાવી કહે છે કે તું કામરૂપ ગરલ વિષમાં પડે છતાં શીયલના જલથી છેડા કલમ કલ્યાણને પામીશ, જ્ઞાનીના વચન સાંભળી મિથ્યાત્વ રોગને દુર કરી સમ્યક્ત્વ પામ્ય, રાજા મુનિવરને કહે છે કે એ દપતિઓને ધન્ય છે. કે જેમના ચરિત્ર સાભળતા આત્મજાગ્રતિ થાય છે, ગુણપ્રાપ્તિ થવામાં તે - નિમિત્ત બને છે. પણ હે મુનિરાજ તેવી સતિને સ તાપ કરનારો હું થા, પૂર્વની પુયાઈથી આપને ભેટે થયે છે અને શિયલ વ્રત મારી ભાસહિત હું પાળીશ આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે વિનયંધર શેઠે સાધુ મહારાજને વિનંતિ કરી કે આપના ચરણોમાં હું પ્રવજ્યા અંગીકાર કરીશ, ગુરુએ પણ કહ્યું હવે તમારે ચારિત્ર્ય પાળવુ તે જ ઉચિત છે–આ પ્રમાણે સાભળી રાજી વિગેરે સર્વ તે મુનિને નમસ્કાર કરી દીક્ષાની