________________
२४८ છે. તે સાંભળી ત્યાં બેઠેલી તે મહાકીર્તિ રાજાની આઠે કન્યાઓ એક ક્ષણ માત્રમાં કામાગ્નિથી પ્રદીપ્ત થઈ ગઈ, અને તે સર્વેએ તેનેજ વરવાને નિશ્ચય કર્યો. કારણ કે તે કન્યાઓએ જાણ્યું જે આ કુમાર ઘણેજ ચતુર છે અને આપણું જેવી મૂર્ખ કન્યાઓએ તેને વરતી નહિં હોય, માટે તેણે આ બે શ્લેક બનાવી તેમાં કહેવરાવ્યું છે, કે સુખને સાર પ્રેમ છે, અને પ્રેમને સાર ખરે સદ્ભાવ છે, તે તે આપણું જેવીઓમાં ન હોવાથી આપણને તે નરાગી તથા સદ્દભાવ રહિત સમજે છે ? આ પ્રમાણે તે કુમારીએ તે ગૂઢાર્થ જાણીને કામાગ્નિથી વ્યાપ્ત થઈ ગઈ. હવે તે સમગ્ર કન્યાઓને અભિપ્રાય જાણીને તેના પિતાએ મારી સાથે કહેવરાવ્યું છે, જે આ મારી કન્યાઓ તે નિર્ગુણ હેવાથી આપના ગુણના સાગર સરખા પુત્રની સમાન નથી, તે પણ આ મારી કન્યાઓમાં એક ગુણ છે, કે તેઓ સારા માણસના સંગને ઈચ્છે છે, તેથી તે ગુણવાન તે તમારે કુમારજ છે તેથી તેમાજ રક્ત છે. માટે તે બીજા કોઈ પણું રાજકુમારને વરવા ઈચ્છતી નથી. તે હે મહાપુરુષ ! આપે કૃપા કરી આપના કુસુમકેતુ કુમારને ત્યાં મેકલાવી એ, આઠે કન્યાઓને સારી રીતે નિવૃત્તિ પમાડવી જોઈએ. વળી હે રાજન ! આ ચદ્રમા, કુવલયને પ્રકાશ કરનાર, સેળ કળાએ સહિત, અંબરથી ભૂષિત છે, તે પણ જે તે થોડા ઘણું પણ તારાઓથી અવૃત હોય છે, તો જ તે તારા પતિ કહેવાય છે. તે સિવાય કહેવાતું નથી. તેમ વનહસ્તી જે છે, તે મનેહ સુંઢાદંડ યુક્ત તથા અનેક લઘુ હાથીઓએ સહિત હોય, તો પણ તે જે હાથીઓએ યુક્ત હોય, તો જ તે ચુથનાથપણાને પામે છે. તેમ આપના પુત્ર સર્વ ગુણથી સંપન્ન છે, તો પણ જ્યારે તે આ અમર સ્વામી મહાકીર્તિ રાજાની આઠ કન્યાઓના સ્વામિત્વને પ્રાપ્ત થાશે, ત્યારેજ ઉત્તમ રાજાપણને પામશે ? અને હે મહારાજ ! આ મારાં કહેલાં વાક્યમાં આપને જે કાઈ યુક્તાયુક્ત ભાસતું હોય, તે કહે. એમ કહીને તે મંત્રી બેલતે બંધ થયો ત્યારે કુસુમાયુધ રાજી બે કે હે મ ત્રીશ! તમારા સ્વામી મહાકાત્તિ રાજાએ તો આ યુક્ત જ કહેવરાવ્યું છે, પરંતુ આ મારો કુસુમકેતુ પુત્ર જે છે, તેનું હાલ યૌવન વય છે, તો પણ તેને કેઈ સ્ત્રી વિગેરેને બિલકુલ-રાગ નથી, તેમ હાસ્ય શૃંગારયુક્ત બેલત -નથી, મુખને પણ કઈ દિવસ મચકેડ નથી, તથા કાંઈ અગવિકિયા પણ કરતું નથી.
વળી ઘરેણાં વિગેરેથી પોતાના અંગને પણ ભાવતું નથી તેમ કોઈ સ્ત્રીઓના કટાને : જેતે નથી પરંતુ તે સર્વ પ્રકારની કીડાઓમાં વિમુખ છે, વિષયમાં વૈરાગ્યવાન છે. તેથી ! અમને તે કાંઈ સમજ પડતી નથી કે તે મહામુનિઓની આજ્ઞારુપ મહાવ્રતને ગડુણ • શું કરશે | અમારા દેશની ચિતા રાખી રાજ્ય તે પાળશે જ નહિ? એમ જ્યા કુસુમાયુધ રાજા કહે છે, ત્યા તે છડીદારે આવી નમન કરી કહ્યું કે મહારાજ ! સાકેતપુરના રવિસેના રાજાને સુગુપ્ત નામે અમાત્ય આવે છે, તે આપની પાસે આવવા ધારે છે, જે આપ આજ્ઞા કરે, તે તેને હું આવવા દઉં, ત્યારે રાજાએ હુકમ કર્યો કે હા, આવવા ઘો. ત્યારે તે મંત્રીએ આવી વિન નિ કરી કહ્યું કે હે દેવ ! અમારા રાજાને આઠ કન્યાઓ છે પરંતુ