________________
ર૩પ આવી બેસનાર તે વ્યંતરી છે. એમ જાણ ક્રોધાયમાન થઈ, તેની પર એક મુષ્ટિને પ્રહાર કર્યો, તથા તેના કેશ પકડી, ઢરડી, ઘણું ગાલે દઈ, ધકકો મારી, ઘરમાંથી કાઢી મૂકી ત્યારે તે વ્યં તરી પણ ભયભીત થઈ, તુરત જાણે ચિત્રામણની પૂતળી હોય નહિં? તેમ થઈ ગઈ પછી નિરાશ થઈને તે અ તર્ધાન થઈ ગઈ. તદનંતર જયરાજાએ વિચાર કર્યો કે આ વ્યંતરી મારામાં અતિ આસક્ત થવાથી મારી પછવાડેજ પડી છે, તે એક ક્ષણવારમાં કાંઈક ન સમજાય તેવુ છલ કરી મારા અમૂલ્ય એવા બ્રહ્મચર્યવ્રતને ભંગ કરી નાખશે. માટે હવે મારે તેને ખૂબ વિચાર રાખો ? એમ વિચારવા લાગ્યું કે અરે ! એ તે ઠીક, પણ મને અહીં આવ્યું જાણે છે, તે છતા રાણીને ઘરમાંથી બહાર આવતાં વિલંબ કેમ લાગ્યું હશે ? ચાલ હું તેની તપાસ કરુ એમ વિચારી અંર્તગૃહમાં જઈ તપાસ કરી, ત્યા તે રાણીને દીઠી નહી. ત્યારે સંસભ્રમ થઈ તત્રત્ય સર્વ પરિવારને પૂછવા લાગ્યું કે હું લોકે રાણી ક્યા છે ? ત્યારે ત્યાં રહેલાં કઈ પણ માણસને રાણીના જવાની ખબર ન હોવાથી તેઓએ કઈ પણ ઉત્તર આપે નહિં. ત્યારે રાજાએ જાણ્યું જે અરે ! જરૂર મારી પછવાડે પડેલી તે વ્યંતરીએ રાણીનું હરણ કર્યું છે? એમ નિશ્ચય રીતે જાણીને તેની શેધ કરવા ચોતરફ કેટલાક માણસને મેકલ્યા. તે માણસેએ આડી અવળી શેધ કરાવી. પરંતુ તેઓને રાણીને કયાં પણ પત્તો મળે નહીં. ત્યારે નિરાશ થઈ તે શેલેકે, જય રાજાને વિનંતિ કરી કહેવા લાગ્યા કે મહારાજ ! અમે એ તે રાણીસાહેબની ઘણું જ શોધ કરી પરંતુ તેમને કયા પણ પત્તો મળે નહિં આવી વજપાસમાન વાક્ય સાંભળી અત્યંત ખેદ પામી, વિચારવા લાગ્યું કે અહો ! જન્મ, મરણ, જરા, મૃત્યુ, રેગ, શેક, સગ, વિયેગ, તેણે કરી દ્રષિત તથા કપાય અને વિષય, તેણે કરી વ્યાસ એવા આ સંસારને વાર વાર ધિકાર હેજે અરે ! જે સંસારમાં એક ક્ષણમાં મુંબ દેખાય છે, અને પાછુ બીજી ક્ષણમાં દુ ખ દેખાય છે. માટે ઈદ્રાલ જેવા 'સ સારમાં શુ સુખ છે ? વળી જે સંસારમાં રહેલા જીવને કેઈ એક પ્રાણવલ્લભ એવા પદાર્થોનો વિયોગ, એકક્ષણ વાર પણ સહન થતું નથી, તો તેવા પ્રાણવલ્લભ પદાર્થ વિના આયુષ્ય પસાર કરવું પડે છે ? વળી જે સંસારમાં માતા, પિતા, પુત્ર, કલત્ર સંપત્તિ પ્રમુખનું સુખ જીવને મળે છે, તે તે સુખને દેવ એક નિમિષમાત્રમાં નાશ કરી નાંખે છે? માટે તેવા દેવને પણ વાર વાર ધિક્કાર જે અરે ! તે દંવે પ્રાણથી દલ્લભ એવી મારી પ્રિયાનો મને પણ વિચાર કરાવવારૂપ દુ ખ દીધુ છે. છે? અરે ! બીજુ તો ઠીક, પણ સગર્ભા એવી તે પ્રાણપ્રિયા કોઈ ઠેકાણે આવતી હશે ? હા ! જે જીવતી હશે, તે હું જાણે કે તે કેવળ તેના ગર્ભને જ મહિમા છે અહો ! તે પ્રિયાનું જે દિવસે મને મુખ દેખાશે, તે દિવસ મને અમૃત સમાન મીઠે લાગશે ? દિવસ તે શ ' પણ તે ઘડી પણ મને અમૃતથી પણ મીઠી લાગશે? એમ અત્યંત મનમા ખેદ કરતાં તે રાજોએ ભેજનું પ્રમુખ શરીર સ્થિતિસાધનને સાવ ત્યાગ કરી દી. (યારે નિમિત્ત શાસ્ત્રના