________________
ર૪
મારા દેશમાં થતો હોય તો હું તે અધર્મ કેઈ કાળે થવા જ દઉં નહિ. વળી તારી જેમ કઈ પુરુષને મેં જે અધર્મ કરતો જે હોય, તે તેને હું નારાજ કર્યું. અને વળી તારે પણ હું નાશ જ કરત, પરંતુ તું સ્ત્રી છે, માટે લાચાર છું. કારણ કે શાસ્ત્રમાં વાકય છે કે અવધ્યા સ્ત્રી ” વળી છે ઑરિણિ? વિશ્વમેડરકરણશીલ એવા આ જે રવિ, તે શું કઈ દિવસ પિતાનાં ઉજજવલકિરણોથી અધારું કરે? ના નજ કરે, તેમ દાની, માની, ધની, ધીર, વીર, કીર્તિમાન્ એ માણસ, કઈ દિવસ પરસ્ત્રીમાં આસક્ત થાય? ના નજ થાય. આવાં વચન સાંભળ્યા છે પણ તે સ્ત્રી, રાજાને કહેવા લાગી કે હે વિભે! મને તમે પરસ્ત્રી ન જાણુ હુ તો નિર તર તમારા ગુણમાં અને રૂપમાં રક્ત એવી વનદેવી છું. માટે મરાગ્નિથી તાપ પામેલી એવી જે હું, તે મને તમારા સંગમરૂપ અમૃતથી સિંચન કરે. અને હે નાથ ! તમે મારા જેવી પ્રાર્થનાના ભંગમાં ભીરુ છે, તથા વળી કારુણ્યના ભંડાર છે. માટે મારે ત્યાગ ન કરી, મારું સેવન કરો. આ પ્રકારનું તે વનદેવીનું વચન સાભળી જયરાજા કોપાયમાન થઈ ફૂર વચનથી કહેવા લાગ્યો કે હે દુષ્ટ ! હે નિર્લજ પાપિણ ! તું આવા કુકર્માચરણ કરવાની ઈચ્છાથી ઉત્તમ એવા દેવપણને વગોવે છે? હે પુંલિ ! તારી સાથે હું બોલનાર નથી. અને હવે તે જેમ બને તેમ તું મારી નજરેથી દૂરજ થા. કારણ કે હું તારા જેવી પાપિનું મુખ જેવાને ઈચ્છતે નથી? આવા તિરસ્કારના વચન સાંભળી તે દેવી, તરત અંતર્ધાન થઈ ગઈ. અને પછી તે વિચારવા લાગી કે કઈ પણ રીતે કપટ કરીને મારે આ રાજા સાથે રતિસુખ તે લેવું જ? એમ વિચારીને કામાતુર એવી તે સ્ત્રી, છલ કરવાને અવકાશ જોયા કરે છે તે સમયમાં જયરાજા વિસ્મય પામી તે વાત, પિોતાની સ્ત્રીને કહેવા માટે યા વૃક્ષની નીચે પિતાની સ્ત્રી બેઠી હતી ત્યાં ગયા. અને ત્યાં જઈ જોવે, ત્યાં તો તે રાણીને દીઠી નહિ ત્યારે તેણે વિચાર કર્યો કે અહીં રાણું નથી, પરંતુ તે ઘેર ગઈ હશે? એમ જાણે પોતે પણ ઘેર ગયે. તે સમયમાં અવકાશ જોઈને તે વ્યંતરીએ સગર્ભા એવી પ્રિયમતી રાણી
જ્યાં ઘરમાં બેઠી હતી ત્યાંથી તેને ઉપાડીને પૂર્વ દિશામાં ઘણેજ દૂર એક ઉજજડ વનમાં નાંખી દીધી, અને પોતે પાછું રાણીનું રૂપ ગ્રહણ કર્યું. અને દાસીને કહ્યું કે હે દાસી ! મૂહારાજને જઈને કહે, કે આપને રાણું સાહેબ બોલાવે છે તે સાભળી તે દાસી જે હતી તે તત્કાલ રાજા પાસે આવી વિનતી કરી કહેવા લાગી કે મહારાજ ! આપને રાણી સાહેબ બેલાવે છે? તે સાંભળી રાજા બોલ્યો કે હું પણ આવવાનો વિચારજ કરતા હતા, માટે જ હું આવું છું એમ કહીને તે જ્યરાજા અંતપુરમાં આવ્યું, ત્યાં તે તે વ્યંતરી સામી આવી, લજજા રહિત થઈ વેશ્યાની જેમ વિચિત્ર એવા આલિંગનાદિક ઉપચાર કરવા લાગી. તે જોઈને રાજાએ વિચાર કર્યો કે અરે ! આ દેખવામા તે ગણું જેવી લાગે છે, પરંતુ આચરણથી રાણું નથી કારણ કે જે રાણું હોય, તે આમ બેથા ચાલ્યા વિના સર્વનો સમક્ષ નિર્લજજાપણું કરે નહિ. માટે મને લાગે છે કે રાશીનું રૂપ ધારણ કરી અહી