________________
૨૧ર
તે જેમ કે ગુડાદિક દ્રવ્ય એક્તા થાય છે, ત્યા માદકશક્તિ પિતાની મેળેજ ઉત્પન્ન થાય છે. માટે હે મુનિરાજ આ યુક્તિથી જોતા જ્યારે જીવવસ્તુજ નથી, ત્યારે આપનાં કહેલાં જન્મ, મરણ, સુખ, દુખ, નરક, સ્વર્ગ, મોક્ષ પ્રકૃતિ કોને હોય? કપિંજલ પુરોહિતનાં આવા નાસ્તિકના વચન સાંભળી ગુરુ બેલ્યા કે
હે ભદ્ર ! તેં કહ્યું તે રીતે જ્યારે જીવ વસ્તુ નથી, ત્યારે તે કંઈ પણ સાધન કરવાની જરૂર નથી. પરંતુ હે ભાઈ ! જીવ નથી એમ તારે કઈ દિવસ જાણવું નહિં. અર્થાત્ ! જીવ તો છે જ. પરંતુ તે જીવ ચૈતન્ય લક્ષણયુક્ત અનુમાન ગ્રાહ્ય પદાર્થ છે. પરતુ ચક્ષુગ્રાહ્યા નથી. માટે હે બ્રાહ્મણ ! જે જીવ પદાર્થ ન હોય, તો તારો મત સત્ય ઠરે, પણ તેમ કેમ હોય ? વળી તે બ્રાહ્મણ ! અમારા મતથી તે તે જીવ પદાર્થ શાશ્વતેજ છે. હવે પ્રથમ તેં કહ્યું કે તે જીવ પ્રત્યક્ષાદિ પ્રમાણુથી દેખાતો નથી, તેથી જીવ પદાર્થ નથી ? પણ તેમ નથી, કારણ કે જે આધળા મનુષ્ય છે, તે જગતમાં પદાર્થ હોય છે, છતાં તેને દેખતાજ નથી તથા બહેરા જે હોય છે, તે પદાર્થોને સાંભળતા નથી અને જે અંધબધિર નથી તે છ પદાર્થોને દેખે પણ છે, તથા સાભળે પણ છે, તેથી તે પદાર્થો શાશ્વત નથી એમ કહેવાય ? ના કહેવાય જ નહિં. તેમ સંદેષ અને છદ્મસ્થ પ્રાણીઓ કદાચિત્ આ શાશ્વતા એવા જીવપદાર્થને પ્રત્યક્ષ રીતે દેખતા નથી. અને તેને કેવલજ્ઞાની તે પ્રત્યક્ષ રીતે દેખેજ છે, તે તે જીવ પદાર્થ શાશ્વત નથી એમ કેમ કહેવાય? વળી કહ્યું છે કે અતીન્દ્રિય, એ જે જીવ છે, તેને ચર્મચક્ષુવાળા મનુષ્ય, દેખતા નથી અને સર્વજ્ઞ એવા સિદ્ધપુરુ, તથા જ્ઞાનસિદ્ધ એવા યેગી પુરુષે દેખે છે. વળી તે કહ્યું કે તે જીવ, શ ખના શબ્દની જેમ સ ભળાતે નથી તથા ભાતના ઓસામણ પ્રમુખ રસ સમાન રસરુપે દેખાતું નથી ? તેનો ઉત્તર તો તે પૂર્વોક્ત ઉત્તરમાં આવી જ ગયે. કારણ કે જે અતી પ્રિય હોય તે સભળાય નહી, તેમ તે રસની જેમ દેખાય પણ નહી. વળી હે કપિંજલ ! તે કહ્યું કે પંચમહાભૂતના સમુદાયથો શરીરમાં પિતાની મેળે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, જેમ કે ગુદાદિત્ય ચૂત મદિરામાં પિતાની મેળે માદકશક્તિ ઉત્પન્ન થાય છે? તે ત્યાં કહું છું, તે સાંભળ કે જે તું પંચ મહાભૂત કહે છે, તો તે ૫ ચમહાભૂતને તમે સચેતન કહે છે કે અચેતન ! જે તું સચેતન કહેતે હૈ, તો તે અમને ઈષ્ટપત્તિ છે, એટલે અમે તે પૃથિવ્યાદિક સર્વને એકેન્દ્રિય કહીએ છીએ, અને એમ કહેવાથી અમારી જેમ તે પણ જીવ પદાર્થ માન્યો જ કહેવાય, તે વાદજ કયા રો? અને જે તે પચમહાભૂતને તુ અચેતન કહે છે, તે તે અચેતનના સમુદાયથી ચૈતન્ય પરિણામ થાયજ કેમ? અને વળી જે તે પ્રત્યેક મહાભૂત અચેતન છે, તે તેને પિતાની મેળે સમુદાયપણે મળવાની શક્તિ પણ કેમ સંભવે ? તેથી તારું જે આ અજ્ઞાનપણાનું બોલવુ છે, તે સર્વ વ્યર્થ છે. વળી તે કહ્યું કે ગુડદિક દ્રવ્યથી બનેલા મદિરામાં જેમ માદકશક્તિ પિતાની મેળે જ ઉત્પન્ન થાય છે, તેમ