________________
૨૧૧ તેમની નિકટ જઈ એગ્ય સ્થાન પર બેઠે. ત્યારે જે પુરુષે ઉત્તમ રાજા પ્રમુખ આથી હતા, તે પણ બેઠા. પછી તે મુનિએ સંસારતારક દેશના દીધી.
આ જગતમા વડના ઝાડપરનું ફૂલ, સ્વાતી નક્ષત્રનુ જલ, મનુષ્યને ભવ, અને ઉત્તમ એવા દેવનું દર્શન. એ સર્વ મલવા દુર્લભ છે. અમુલ્ય એવા આ મનુષ્યભવને પ્રમાદથી શામાટે હારી જાઓ છે? વળી આ મનુષ્યજન્મમાં ફલ તેં આઠ કહ્યાં છે. તે ક્યાં કયાં? તે કે ૧ પૂજ્ય પુરુષના પાદનું પૂજન, ૨ દયા, ૩ દાન, ૪ તીર્થયાત્રા, પ તપ, ૬ પાંચ પરમેષ્ઠીને જપ, ૭ સશાસ્રાધ્યયન ૮ પરેપકાર. આ આઠ ફલ છે. આ જગતમાં જે દ્રવ્ય વિગેરે છે, પગમા ચેટેલી રજસમાન છે, કારણ કે જેમ પગમાં ચટેલી જે રજ હિય, તેને આડી અવળી ખસી જાતાં વાર લાગતી નથી, તેમ દ્રવ્યને પણ આડુ અવળું ચાલ્યું જતાં વાર લાગતી નથી. વળી આ યૌવન જે છે, તે નદીજલના વેગસમાન છે, અને મનુષ્યજન્મ લે છે, તે ચ ચલજલના બિંદુસમાન છે, જીવિત જે છે, તે પાણીના ફીણ સરખું છે. સર્વ આ પ્રમાણે છે, તે છતાં પણ નિશ્ચલ છે મતિ જેની એવા જે પુરુષે, તે સ્વર્ગના ગોપુરની ભેગલને ભાગવામાં સમર્થ અર્થાત સ્વર્ગમાં જવાના દરવાજાને ઉઘાડવામાં સમર્થ એવા ધર્મનું આરાધન કરના નથી, તે પુરુ, જરાવસ્થામાં શેકરૂપ અગ્નિમાં બળી મરે છે આ પ્રકારની દેશનાને સાંભળી ત્યાં સાંકેતપુરના રાજ પુરુષોત્તમને કેઈ એક કપિલ એવા નામે પુરોહિત બેઠે હતું, તે બોલ્યા કે હે મુની દ્ર! જીવ જે છે, તે ધર્મારાધનથી સુખી થાય છે, અને પાપ કરવાથી દુખી થાય છે એ આપે હાલ જે કહ્યું, તે સર્વ જે કઈ પણ ચીજવસ્તુ હોય તે તેને લાગુ પડે, પરંતુ જીવ એવી વસ્તુ જે ન હોય તે તે આપનાં પહેલા સર્વ કેને લાગુ પડે ? કેઈન નહિ. હે મુનિ ! આપ જે જીવ પદાર્થ કહે છે, તે તે જીવ કેરને કઈ પણ ઠેકાણે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી કેમ દેખાતે નથી? વળી આપના કહેવા પ્રમાણે તે જીવ, જે પદાર્થ હોય, તે જેમ આપણે આપણા ઘરમાં જતા અને આવતા કોઈ પક્ષીને દેખીએ તેમ શરીરમાં જતા આવતાં જીવને કેમ દેખતા નથી? વળી આપ કદાચિત્ એમ કહેશે કે તે જીવ શબ્દરૂપે છે. તે તે જીવ, શંખના શબ્દની જેમ સભળાતે કેમ નથી તથા વળ કદાચિત્ આપ એમ કહેશે કે તે રસ સમાન છે, તે તે જીવ ભાત વગેરેના ઓસામણ સમાન રસરૂપે પણ કેમ દેખાતું નથી ? માટે હે પ્રભો ! એ જોતાં તે એમ લાગે છે કે આ જગતમાં જીવ વસ્તુ તે છે જ નહીં. કદાચિત્ આપ વળી એમ કહેશે કે આ શરીર તે અરિથ માંસ પ્રમુખનું બનેલું હોવાથી જડ છે, પરંતુ તે શરીર આ જીવપદાર્થના સચોગથી ચૈતન્યવાન થાય છે, તો ત્યાં હું કહું છું, કે આ જગતમાં મનુષ્ય, પશુ, પક્ષી, પ્રમુખના જે શરીર દેખાય છે, તે સર્વ શરીરમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત રહેવાથી તે શરીર સચૈતન્ય દેખાય છે, કારણ કે પૂર્વોક્ત પાચ મહાભૂત જે સ્થળે સમુદાયરૂપે રહે, ત્યા ચિતન્યશક્તિ પોતાની મેળે જ ઉત્પન્ન થાય,