________________
રno
મંત્ર સાધવા ગયે, તે ત્યાં જઈ જેવામાં મંત્ર સાધવા બેઠે, તેવામાં તે તે બિચારાનું મત્ર સાવનમાં કઈક ઓછું વધુ જ્ઞાન હેવાથી તેને દેવીએ ઠગે, તેથી તે વિદ્યાધર ઉન્માદે કરી પીડાતે થકે મતિવંશને પ્રાપ્ત થયો. પછી ભૂખ, તૃષા, ટાઢ, તડકો, તેણે કરી દુખિત થયે થકે ઘણે કાળ વનમાં ભ્રમણ કરતા કાપિયપુરને વિષે આખ્યા. ત્યાં અઠ્ઠાવીશ મહાલબ્ધિ યુક્ત એવા શ્રીહરિનાથ મુનિને દીઠા. તેને જોતા જ તે મુનિના તપેબલના પ્રભાવથી એક ક્ષણમાં તેનું ચિત્તભ્રમ વિગેરે સર્વ દુ ખ જે હતું તે નાશ પામી ગયું. ત્યારે તે વિચાર કરવા લાગ્યું કે અહો ! આ મુનિના પ્રભાવ થકી હું દેવીને કરેલા છત્રરૂપ ઉપદ્રવથી છુટે થયો ? એમ વિચારીને પરમપ્રીતિથી તે મુનિને પ્રણામ કરી ત્યા ધર્મશ્રવણ કરવા માટે બેઠો અને કહેવા લાગ્યો કે હે ભગવાન ! મને ધર્મનું યથાર્થ સ્વરૂપ કહો, તે સાભળી દયાળુ એવા ગુનિ ધર્મોપદેશ દેવા લાગ્યા, કે હે વિદ્યાધર ! જે જીવ જ્યા સુધી જિનદિત ધર્મને અંગીકાર કરતા નથી, ત્યાં સુધી તે જીવને દુર્ગતિ તથા રેગ, શક પ્રમુખ લાખ દુઃખ આવ્યા કરે છે અને તે જિનેક્તધર્મને ભાવથી સ્વીકાર કરનારા પ્રાણીને તે સ્વર્ગ જે છે, તે તે જાણે પિતાના ઘરના આંગણામાં જ આવ્યું હોય નહી? એમ થાય છે. તથા તેને મોક્ષસુખ પણ જાણે સમીપમાં આવીને રહે છે, તે માટે તે વિદ્યાધર ' જે તું પરમાત્મસુખને પામવા ઈચ્છતા હોય તે આ મેં કહેલા એવા જિન ધર્મને અગીકાર કર આ પ્રકારનાં ધર્મતત્વરૂપ અમૃતનું કર્ણપુટથી પાન કરી મહામેહવિષનું વમન કરી વિવેક ચૈતન્યને પ્રાપ્ત થઈને તેણે સર્વસંવરરૂપ ચરિત્રને અગીકાર કર્યું. અનુક્રમે તે કેવળી થઈને પરમ પદને પ્રાપ્ત થશે. આ પ્રકારને ધર્મફળને સાભળવા થકી ઉત્પન્ન થયેલ જે પ્રમેહભર, તેણે કરી પૂર્ણ ચિત્તવાળો એવો તે પતિ તે મુનિરાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે મુની દ્ર! આપના પ્રસાદથી હાલ જિનધર્મને સર્વગુણ મેં સારી રીતે જાણ્યું છે, માટે હવે આ તુચ્છ સંસાર પર પ્રીતિ થતી નથી, તેથી આ મારા રાજ્યનું સ્વાથ્ય કરી હું આપની પાસેથી ચારિત્રને ગ્રહણ કરીશ ! તે સાંભળી ગુરુ બોલ્યા કે હે રાજન ! તમારે જે ખરેખર દીક્ષા લેવાને જ વિચાર છે, તો તેમાં હવે વિઘ ન થાય તેમ જલદી કરો. તે સાભળી હર્ષિત થયેલા તે શ્રીબલરાજાએ ઘેર આવી પોતાના નાના ભાઈ શબવને પિતાનું રાજ્ય આપવા માટે ફરમાવ્યું, કે હે ભાઈ ! મારુ રાજ્ય તમે સ્વીકારે, કારણ કે હવે હું પ્રવજ્યા લેવા ઈચ્છું છું. ત્યારે તે શતબલ રાજા નમન કરીને કહેવા લાગ્યું કે હે દેવ ! મને પણ આપ દીક્ષા લેવાની આજ્ઞા આપો કે જે દીક્ષાથી હુ પણ દુખ રૂપજળથી ભરેલા ભયંકર એવા સ સાર સમુદ્રને તરું? કારણ કે તે સ સારસમુદ્ર, મડાવતરૂ૫ વહાણ વિના બીજી કઈ રીતે તરત નથી, ત્યારે શ્રીબલ રાજા બોલ્યા કે હે વત્સ ! તમારા જેવા જ્ઞાતતત્વ મનુષ્યને તે એમ જ કહેવું ઉચિત છે, પરંતુ હે ભાઈ ! આપણે કુપરંપરાથી આવેલા આ રાજ્યને તમે કેટલાક દિવસ ભગવે અને જ્યારે આપણા પુત્રો મેટા