________________
૧૮૦
આવે છે, જે ક્યા કયા સ્થળે, હિરા, માણેક, મોતી, તથા સારી કન્યા છે? પછી તે સ્થળ
ધ્યાનમાં રાખી પાછે અહીં આવે છે. અને વળી પાછે ગરિએ તે ગામમાં જાય છે, દિવસમાં જઈ ધ્યાનમાં રાખેલા સ્થળમાથી પૂર્વોક્ત વસ્તુઓમાથી જે વસ્તુ મળે છે, તેને ચેરી લાવે છે, અને તે વસ્તુને અહીં ગુપ્ત પાતાલમાં લાવી મૂકે છે. તેમાં પણ કેઈક જે સ્વરુપવાન એવી કન્યા મળે છે, તે બીજ પદાર્થને ચોરતેજ નથી. વળી એ પ્રમાણે હે સખિ! આ દુષ્ટ રાજાની મત્રીની, શ્રેષ્ઠીની અને સાથે પતિવગેરેની ઉત્તમ કન્યાઓને હરણ કરી અહી લાવી મુકી છે. તે આજ દિવસ સુધી સર્વ મળી એક સને આઠ કન્યાઓ થઈ છે.
હે સખિ મારે વિષે જે તે પૂછયું, કે તું કોણ? તે હુ તે પૂર્વોક્ત નિકટ રહેલા પુ દ્રપુરનામા નગરને રહેવાસી ઈશ્વરનામે એક શ્રેષ્ઠી છે. તેની સુભદ્રા નામે કન્યા છું. એક દિવસ રાત્રે મારે ઘેર જવામાં હું સૂતી હતી, તેવામા આ પાપીએ મારું એકદમ હરણ કર્યું. મેં ઘણા આકોશ શve કર્યા પણ મારી સહાયતા કેઈનાથી થઈ નહિ. અને મને અહી લાવી એ દુઝે બ દીખાને નાખી મુકી છેવળી જે ગામ હું રહું . છું, તે પુપુરગામના શ્રીબલ અને શતબલ નામે બે રાજા છે, તે ઘણાજ બલવાનું છે, પરંતુ મારા હીનભાગ્યથી મને તે રાજાઓની પણ સહાયતા થઈ શકી નહિં, અને પૂર્વજન્મની પાપણું એવી હું આ પાપીના પાશમાં પડી જાઉં છું. એમ કહીને તે અત્યત રુદન કરવા લાગી ત્યારે કુમારસ્ત્રીએ સમજાવીને કહ્યું કે હે બહેન ! તું રુકન કર નહિં, અને ધૈર્ય રાખ. કારણ કે પૈર્યથી સર્વ સારુ જ થાશે અને તે સખિ! જે થવા કાલ છે, તે તે કેઈનાથી કંઈ પણ રીતે ન મરતાં, અવશ્ય થયાજ કરે છે.
યદ્રભાવિ તદ્દભવતિ નૂનમનિછતેડપિ, યને મહત્યપિ કૃતે ન ભવત્યભાવિ એવં ભાવવશવત્તિનિ જીવેકે કિ મસ્તિ પુરુષસ્ય વિચક્ષણસ્યા
અર્થ:- જે દુખ વગેરેને આપણે ઈચ્છતા નથી તે પણ તે જે થવા કાલ હોય છે, તે નિશ્ચય થાય છે અને આપણે સુખ માટે ઘણાજ પ્રયત્નો કરીએ છીએ તો પણ જે તે સુખ મળવાનું નથી તે મળતુ જ નથી. માટે સર્વજીવક પિત પિતાના કર્મને વશ પડેલો છે, તેથી તેને જે વિચક્ષણ પુરુષ છે, તે શેક કરતો નથી. વળી જેટલું પ્રારબ્ધના
ગથી મલવુ હોય તેટલું જ મળે છે, તેને આપણે તે શુ? પરંતુ દેવ પણ અન્યથા - કરવા સમર્થ નથી? તે માટે હું તો શોક પણ કરતી નથી તથા મને વિસ્મય પણ થત નથી. કારણ કે આપણે કર્મનું જે કાઈ છે, તે કઈ દિવસ પારકું થઈ શકતું જ નથી.