________________
૧૭૯ તે પણ લીધું નહી, અને હથીયાર વિનાને જ કોણ જાણે ક્યા ચાલ્યા ગયે. હે મહારાજ તેના દુખે કરી હું દુખીતથકી રુદન કરું છું, તે સાભળી ચગી બોલ્યો કે, હે કમલનયને તે તારે સ્વામી મૂર્ખ લાગે છે, નહિં તે સ્ત્રી જાતને એકલી, નિરાધાર, આવા અરણ્યમાં મૂકી, શામાટે ભાગી જાય ? પણ તુ ફિકર કરીશ નહિં, હું તારું નિર્નાથપણું આ ઘડી મટાડી દઈશ તે સાંભળી કુમાર સ્ત્રી બોલી કે હે ગીન્દ્ર' પિતાના સ્વામી વિના સ્ત્રીને જીવવું તે ચગ્ય નથી, તેથી આટલામાં કે એક મને તીર્થ બતાવે, કે ત્યાં જઈ હું મારા પ્રાણ ત્યાગ કરું? ત્યારે યેગી બોલ્યો કે હે ભદ્રે ! તું મરવાની વાત જવા દે. કારણ કે તારે મરવું ન પડે, અને તારા સ્વામીને વિગ મટે એ એક ઉપાય છે અહીં એક પૂર્ણ મનોરથ નામનું તીર્થ છે, ત્યાં જે ત્રણ રાત્રિ નિવાસ કરે છે, તેને પિતાના જુદા પડેલા પ્રિયજનને મેલાપ થાય છે, માટે ત્યાં ચાલ અને તે તીર્થનુ સેવન કર. અને મારીને શું કરીશ ? ત્યારે તે કાપાલિકો અભિપ્રાય મનમાં જાને કુમારસ્ત્રીએ તે કબૂલ કર્યું. પછી બન્ને જણ ત્યાથી પૂર્વોક્ત જે દેવાલય હતું, ત્યાં ગયાં અને તે દેવાલયમાં જઈને
જ્યા જુવે ત્યા તે તે કુમારસ્ત્રીએ લાબા કલેવરવાળે, લાબી ડાઢીવાળે એક હાથમાં ઢાલ, અને બીજા હાથમાં તરવાર, ત્રીજા હાથમાં કૃત્તિકા, ચેથા હાથમાં મરેલા માણસના માથાંની તુંબલી, તેને ધારણ કરનાર, પાચ વર્ણ કરી ચુક્ત, એવા એક કાષ્ઠમય દેવને દીઠે. ત્યારે કુમારીએ પૂછયું કે, અડિ કે મનુષ્ય કેમ દેખાતું નથી ? ત્યારે યોગી કહે છે. કે હે સુરી ! અહીં જે તે દેવરુપ જોયુ, તે તે કેવલ જનરંજનમાત્રજ રાખેલું છે. જરા તું આગળ તો ચાય ત્યા મનુષ્ય છે, અને પૂર્ણ રથ નામે એક દેવ છે, તે બતાવુ. એમ કહી તે કુમારસીને હાથ પકડી તેને તે ચર્તુભુજાવાળા યક્ષની પછવાડે લઈ ગયે ત્યાં જઈ તે કાપાલિકે ભૂમિપર જોરથી પગની લાત મારી. ત્યા તે કઈ એક સુરસુંદરી સમાન પવાલી એક કન્યા આવી. અને તેણે તેમાં એક ગુપ્તદ્વાર હતુ, તે ઉઘાયુ. પછી કાપાલિક બોલ્યો કે હું સ્ત્રી ! આ સ્ત્રી જેમ પિતાના પ્રિય મેલાપ માટે દેવારાધન કરે છે, તેમ તુ પણ કર. તેથી તારો પણ સ્વામી થોડા વખતમાં મલશે? અને હું દેવપૂજન માટે કુલપત્ર લેવા જાઉ છુ, તે પાછા થડીવારમાં પાછો આવીશ' એમ કહીને તે એગીએ કુમારસ્ત્રીને તે દ્વારમાં પ્રવેશ કરાવ્યું. અને પછી બહારથી તાળુ દઈને ચાલ્યો ગચો. હવે સ્ત્રી થયેલે તે ગિરિસુંદર કુમાર તે જે વસ્તુ માટે મહેનત કરતો હતો તે જ વસ્તુ, અનાયાસે મળી. તે જોઈને મનમાં અત્યંત ખુશી થયે. જે કન્યાએ તે ગુફાનુ ગુણકાર ઉઘાડયુ હતુ, તેણે તે કુમારસ્ત્રીને પૂછયું, કે હે સખિ તું આ દૈત્યના હાથમાં કેવી રીતે આવી ફસી? ત્યારે તે બોલી કે, હે બહેન ! મારી વાત તે ઘણુંજ લાબી છે, તે હાલ કહેવાથી કઈ પૂરી થાય તેમ નથી, માટે હાલ તે જે હું તને પૂછુ, તે તું કૃપા કરી કહી એ પુરુષ કે ણ છે? અને તમે પણ કહ્યું છે? ત્યારે તે કન્યા બોલી કે હે બડેન ! એ પુરુષ જે છે, તે ચોગીને વેષ ધારણ કરી અહીથી નજીકમાં જ રહેલા મુંદ્રપુર નામે નગરમાં ભિક્ષા માગવાના ભિષથી તપાસ કરી