________________
૧૯૮
સાધકવિદ્યારે જે રુપપરાવર્તન વિદ્યા આપી છે, તે વિદ્યાથી સ્ત્રીનું રુપ પણ ધારણ કરે, તેથી તે જરૂર વશ થશે? એમ વિચારી તે કુમાર ઉત્તમ અને મહુર એવું સ્ત્રીનું રૂપ ધારણ કરી પ્રાત કાલમાં તે પતની સર્વ ગુફાઓ જેવા લાગે તેવામાં એક વનનિકુંજ જોયું, તેમાં વળી એક જીર્ણ દેવાલય દીઠું. અને તે દેવાલયની નજીક મોટા મોટા ભયમના અને હાડકાના ઢગલાઓ દીઠા. ઘણીવાર જ્યાં જુવે છે, ત્યાં તે તે દેરામાંથી નીકળી ચાલ્યો આવતે હાડકાની માળાઓથી અલંકૃત અંગવાલે, હાથમાં મેરની પીકીને ધારણ કરતો એવા કેઈ એક કાપાલિકને દીઠે. તેને જોઈને કુમારસ્ત્રીએ વિચાર્યું કે અહો ! મારા નગરમાં કન્યા વગેરેનું હરણ કરી ત્રાસ પમાડનાર એ દુષ્ટ, ધૂર્ત જે છે, એજ લાગે છે. પરંતુ આવા દુષ્ટને જલદી દંડ દે નહિ કારણ કે તે દુષ્ટનું ચરિત્ર સર્વ સાભળી વિચારીશ. હાલ તે હણવા ગ્ય પણ નથી? એમ વિચારી ત્યાં એક પથ્થરની શિલા પડેલી હતી, ત્યાં જઈ તેની પર બેસી તે કુમારસ્ત્રી અત્યંત ન કરવા લાગી ત્યારે કામી એ તે કાપાલિક તે સ્ત્રીનું કરુણ શબ્દયુક્ત રુકન સાંભળી ત્યાં આવ્યા. અવીને જ્યાં જુવે છે, ત્યાં તે નવયૌવના, મનેડુર રુપવાલી, ચ દ્રમુખી એવી તે સ્ત્રીને જોઈ વિચારવા લાગ્યો કે અરે ! આ તિલપત્તમા અપ્સરા સરખી સ્ત્રી જે મારે વશ થાય તે માટે ગામની કન્યાના હરણકરણ રુપ સકલ કલેશે ભેગવવા માટે? અને કામદેવ જેમ રતિનામે સ્ત્રીની સાથે સુખી થાય છે, તેમ હું પણ આ સ્ત્રીના સુખે સુખી થાક. પર તુ હાલ તે દિવસ છે, માટે મારે કોઈ ઉપાય ચાલશે નહિ, જે રાત્રિ હોત તો તો હું મારું કામ ફતેડ કરત, માટે હાલ તો વિનય કરી જેમ તેમ આડુ અવળું સમજાવીને તેને મારા મઠમાં લઈ જાઉ. ત્યાં લઈ ગયા પછી જ્યારે તે મારે હસ્તગત થશે, ત્યાર પછી મને જેમ ઠીક પડશે, તેમ કરીશ? એમ વિચારીને તે સ્ત્રી પાસે આવી કહેવા લાગ્યું કે હે સુલેચને ! દષ્ટ એવા વિધાતાએ તારા જેવી મનોહર સ્ત્રીને પણ દુખ દીધુ લાગે છે? માટે હે સુબુ , અહી એકલી શા માટે છે? અને રુદન કેમ કરે છે? તે કહે. અને તને ખેદ યુક્ત જોઈને મારા મનમાં કષ્ટ થાય છે ત્યારે કુમારસુ દરી બેલી કે હે કાપાલિક! સાભળે. હું જે બેલું, તે તમારે સત્ય જ માનવું. જરા પણ બહુ માનવું નહિં, કારણ કે હું સત્યવક્તા જ છું, એમ કહી તે કહેવા લાગી કે પૂર્વ દિશાને વિષે એક સુશમનામે નગર છે. તે નગરના રાજાને અપરાજિત નામે એક પુત્ર છે તેનું કેઈ એક કારણે તેના પિતાએ અપમાન કર્યું, તેથી તે રીસાઈને પિતાના પિતાના નગરથી બહાર નીકળી ગયો અને હું તે અપરાજિત કુમારની સ્ત્રી છું. તેથી જ્યારે તે માટે સ્વામી ગામ બંડાર નીકળી ગ, ત્યારે હું પણ ઘણા લેકે એ ના પાડવા છતા તેની પછવાડે જ નીકળી ગઈ ગતરાત્રિને વિષે હું તથા મારે સ્વામી આ પથ્થર પર હાલ હું બેઠી છુ તેની પર સૂતાં હતા. એમાં
જ્યાં મારી આંખમાં નિંદ્રા આવી, ત્યાં તો મારે સ્વામી એકદમ મને સૂની જ મૂકીને કેણ જાણે ક્યાં ચાલ્યો ગયો અને મારા ઉઠવાના ભયથી મારે ઓશીકે તેનું આ ખફૂગ હતું,